થરાદની ખોડા ચેકપોસ્ટ પર એક શંકાસ્પદ ગાડીને રોકાવતા MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો

- Advertisement -
Share

થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન બાતમી હકીકત આધારે એક શંકાસ્પદ ગાડીને પોલીસ રોકાવી ડ્રાઇવરની બાજુમાં બેઠેલા ઈસમની તપાસ કરતા એમ.ડી ડ્રગ્સ ઝડપાયું હતું. પોલીસે 19 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે એક ઈસમ અટકાયત કરી 1 લાખ 95 હજારનો મુદ્દામાલ કબજે લઈ થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી એમ.ડી ડ્રગ્સ સાથે એક ઈસમની થરાદ પોલીસે અટકાયત કરી છે. જેમાં થરાદ પોલીસ ખોડા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની રાજસ્થાન તરફથી બેસમો ગાડી લઈ ગુજરાત તરફ આવી રહ્યા હતા.

જે ગુજરાત બોડર ખોડા ચેકપોસ્ટ ઉપર થરાદ પોલીસે ગાડી રોકાવી ગાડીમાં બેઠેલા ચાલાક સહિત બે ઈસમોમાંથી ચાલકના બાજુના બેઠેલા આઈસ નીચે ઉતારી તપાસ કરતા ગાડી ચાલકે તે સમયે મકાનો ફાયદો ઉઠાવી ગાડી લઈ ભાગી છૂટ્યો હતો. બીજા ઈસમની પોલીસે તપાસ કરતાં મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ જેનું વજન 19 ગ્રામ જેટલું પોલીસે ઝડપી પાડ્યું હતું. જોકે, પોલીસે કુલ મુદ્દામાલ 1 લાખ 95 હાજરનો કબ્જે લઈ 1 કેસરારામ ગંગારામ જાટ પોસલા બાડમેર 2 ઓમાંરામ બ્રાહ્મણ રામદેરીયા કાશમીર બાડમેર રાજસ્થાન વાળા વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!