થરાદ-ડીસા હાઇવે પર પી.એમ. કાર્યક્રમના બંદોબસ્તમાં જતી પોલીસની ખાનગી ગાડી અને ઇક્કો વચ્ચે અકસ્માત સર્જાયો : 2 વ્યક્તિઓના મોત

- Advertisement -
Share

મહીલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થઇ : અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા : ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા

 

થરાદ-ડીસા હાઇવે પર શનિવારે પી.એમ. કાર્યક્રમના બંદોબસ્તમાં આવતી પોલીસની ખાનગી ગાડી અને ઇક્કો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં ઇક્કોમાં સવાર 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે પોલીસની ખાનગી ગાડીમાં સવાર મહીલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લા અકસ્માતોનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકો જીવ ગુમાવી રહ્યા છે.
થરાદમાં પી.એમ.ના કાર્યક્રમના બંદોબસ્તમાં જતાં પોલીસ કર્મચારીઓ ખાનગી ગાડીમાં ડીસા-થરાદ હાઇવે પર જઇ રહ્યા હતા.

ત્યારે ઇક્કો ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.
લોકો દ્વારા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં ઇક્કોમાં સવાર 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!