ડીસામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો : ધૂમ્મસીયા વાતાવરણથી ઝીરો વિઝીબીલીટીથી વાહનચાલકો પરેશાન

- Advertisement -
Share

બટાટા અને જીરુના પાકમાં નુકશાનની ભીતિ

 

બનાસકાંઠામાં આ વર્ષે હજુ શિયાળા જેવી બરાબર ઠંડીનો માહોલ જામ્યો નથી. તેવામાં શુક્રવારે વહેલી સવારથી જ ડીસા પંથકમાં વાદળછાયા વાતાવરણથી ધૂમ્મસ ઘેરાયું હતું.
શુક્રવારે વહેલી સવારથી ધૂમ્મસીયું વાતાવરણ હોવાથી વાહનચાલકોને ઝીરો વિઝીબીલીટીના કારણે હેરાન થવું પડયું હતું.

ડીસા પંથકમાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે. શુક્રવારે વહેલી સવારથી જ માવઠા સાથે શિતળ ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.
કેટલીક જગ્યાએ છૂટા છવાયા વરસાદી છાંટા, માવઠા અને વાતાવરણમાં ગાઢ ધૂમ્મસ જોવા મળ્યું હતું. શિતળ ઠંડી સાથે ગાઢ ધૂમ્મસને પગલે લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો.
ત્યારે ચાલવા નીકળેલા લોકોએ આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો. ત્યારે બીજી તરફ હાઇવે રોડ નીકળતાં વાહનચાલકોને લાઇટો ચાલુ રાખી મુસાફરી કરવા ફરજ પડી હતી.
ત્યારે બીજી તરફ આ શિયાળામાં ડીસા અને આજુબાજુના પંથકમાં ઠંડી ઓછી રહેતાં અને હવે માવઠા જેવો માહોલ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે અને જો આવું જ વાતાવરણ રહેશે તો બટાકા અને જીરાના પાકને મોટું નુકશાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!