અમીરગઢ બોર્ડર પર થર્ટી ફર્સ્ટને લઇ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું

- Advertisement -
Share

રાજસ્થાનથી આવતાં વાહનોને તપાસી લઇ ગુજરાતમાં પ્રવેશ અપાઇ રહ્યો છે

 

થર્ટી ફર્સ્ટને લઇ બનાસકાંઠા પોલીસ એલર્ટ જોવા મળી રહ્યી છે. જેમાં અમીરગઢ-રાજસ્થાન બોર્ડર પર પોલીસ સઘન ચેકીંગ કરી રહી છે. રાજસ્થાનથી આવતાં નાના-મોટા વાહનોને તપાસી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
તા. 31 ડિસેમ્બરને લઇ ગુજરાતનું યુવાધન ઉજવણી કરવા થનગની રહ્યું છે. જેમાં પોલીસ પણ તા. 31 ડિસેમ્બરને લઇ એલર્ટ મોડમાં છે.
ત્યારે બનાસકાંઠા જીલ્લાના તમામ બોર્ડરની ચેકપોસ્ટ ઉપર પોલીસે સઘન ચેકીંગ હાથ ધરી છે. અમીરગઢ ચેકપોસ્ટ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે.
ત્યારે રાજસ્થાન તરફથી આવતાં વાહનોની પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ કેમેરાથી પણ ચાંપતી નજર રાખી રહી છે. રાજસ્થાન તરફથી આવતાં લોકોને બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!