દિયોદરમાં વરસાદનું આગમન : દિયોદરના નવામાં વીજળી પડતાં 2 ભેંસોના મોત

- Advertisement -
Share

વરસાદી વાતાવરણ સર્જાતાં ખેડૂત પુત્ર ચિંતિત બન્યા : વરસાદ થવાથી ક્યાંકને ક્યાંક મોટું નુકશાન થવા પામ્યું

બનાસકાંઠા જીલ્લામાં ગઇકાલથી વરસાદની શરૂઆત થઇ ગઇ છે. ગઇકાલ સાંજથી બનાસકાંઠા જીલ્લામાં અનેક તાલુકામાં વરસાદી ઝાપટું પડયું હતું.
જ્યારે બીજા દિવસે સોમવારે પણ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાતાં ખેડૂત પુત્ર ચિંતિત બન્યા છે. જ્યારે અસહ્ય ગરમીથી ત્રાહીમામ્‌ પોકારેલા ગરમીથી લોકોને રાહત પણ મળી છે.
પરંતુ વરસાદ થવાથી ક્યાંકને ક્યાંક મોટું નુકશાન થવા પામ્યું છે. જ્યારે દિયોદરના નવા ગામમાં વીજળી પડતાં 2 ભેંસોના મોત નિપજ્યા છે.
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલ્ટો સર્જાયો છે. બનાસકાંઠા જીલ્લામાં અનેક તાલુકામાં ગઇકાલથી વરસાદ પડવાની શરૂઆત થઇ છે.
ગઇકાલે પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નુકશાન થવા પામ્યું છે. ત્યારે બીજા દિવસે સોમવારે બનાસકાંઠા જીલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડવાથી ખેડૂતોના ખેતરમાં પડેલો ઉભો પાક પણ પલળતાં નુકશાન થાય તેવી ભીતી સેવાઇ રહી છે.

દિયોદરમાં પણ વરસાદની શરૂઆત થઇ છે. ભારે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. વરસાદનું આગમન થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

દિયોદરના નવા ગામમાં વીજળી પડતાં 2 ભેંસોના મોત નિપજ્યા છે. જેથી કઇ શકાય કે, છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જીલ્લામાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે.
જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે. જ્યારે વરસાદના કારણે ક્યાંકને ક્યાંક મોટું નુકશાન પણ થવા પામ્યું છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!