બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આગામી 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે.
તેને લઈને ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે તેમજ ઠેરઠેર કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવી રહ્યું છે.
ત્યારે ભારતીય જનતા પાર્ટીના વોડ નંબર પાંચના ઉમેદવારો દ્વારા ડીસાની એન.આર સોસાયટીની આગળ કાર્યાલય ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું.
આ ઉદ્ધાટનમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યા હાજર રહ્યા હતા.
From – Banaskantha Update