ડીસામાં સફાઇ કામદારોને વેતન સમયસર ન આપતાં ચીફ ઓફીસરને રજૂઆત કરાઇ

- Advertisement -
Share

 

ડીસા નગરપાલિકા માત્રને માત્ર સ્વચ્છ શહેરના એવોર્ડથી સન્માનિત છે. ત્યારે ડીસામાં નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી સફાઇ કામદારોને સમયસર વેતન ન આપતાં સફાઇ કામદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.

 

 

જ્યારે મંગળવારે સફાઇ કામદારોએ નગરપાલિકામાં ધસી આવી ચીફ ઓફીસરને વેતનની ચૂકવણી માટે રજૂઆત કરી છે.

 

 

ડીસા નગરપાલિકાની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ લઇ રહી નથી. ત્યારે ડીસા નગરપાલિકામાં એક તરફ ડીવાઇડરનો મુદ્દો નગરપાલિકાના શાસકો માટે માથાના દુઃખાવા સમાન ઉભો થયો છે.

 

 

ત્યારે બીજી તરફ છેલ્લા ઘણા સમયથી સફાઇ કામદારોને સમયસર વેતન ન આપતાં સફાઇ કામદારોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.

 

 

જ્યારે મંગળવારે સફાઇ કામદારોએ વેતન માટે નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફીસર સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગારની ચૂકવણી થાય તે માટે રજૂઆત કરાઇ છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!