બનાસકાંઠા એલ.સી.બીની ટીમે ફિલ્મી ઢબે દારુ ભરેલી ગાડીનો પીછો કરી એક શખ્સને ઝડપી પાડ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા એલસીબીની ટીમ ગઈકાલે ડીસાના ઝેરડા કંસારી રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક ઈકો ગાડી શંકાસ્પદ લાગતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે, તેના ચાલકે ગાડી ભગાડતા એલસીબીની ટીમે પણ ફિલ્મી ઢબે આ ગાડીનો પીછો કરી દામાં નજીકથી ઝડપી પાડી હતી ગાડીમાં તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

બનાસકાંઠા એલસીબીની ટીમ ગઈકાલે ડીસા ઝેરડા કંસારી રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાઇવાડા તરફથી કંસારી ત્રણ રસ્તા તરફ એક ઇકો ગાડી નં GJ-27-DB-4408 આવતાં જેના ઉપર શંકા જતા તેને રોકાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઈકો ગાડીના ચાલકે ગાડી આખોલ ગામ તરફ ભગાડતા એલસીબીની ટીમે પણ આ ગાડીનો પીછો કર્યો હતો અને ડીસાના દામા ઠાકોર વાસ પાસે એલસીબીની ટીમે તેમની ગાડી આગળ કરી ઇકો ગાડીને ઝડપી પાડી હતી.
ગાડીમાં તપાસ કરતા દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, બિયર, મોબાઈલ ફોન, ઈકો ગાડી સહિત 3,32,800નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ઈકો ચાલક મનોજ ગોવાભાઇ રબારી રહે ભાકોદર તાલુકો દાંતીવાડા વાળાની અટકાયત કરી પૂછપરછ કરતા તે આ દારૂનો જથ્થો રાજસ્થાનના જેતાવાળા ગામના દારૂના ઠેકા ઉપરથી ભરીને લાવ્યો હતો જેથી આ મામલે દારૂ ભરાવનાર ઠેકાનો માલિક અને બાઈવાડા ગામનો હિતેશ દેવાભાઈ રબારી સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!