ડીસામાં ખાતરની અછતથી બટાટાનું વાવેતર અટક્યું : લાખ્ખોનું બિયારણ બગડવાની શક્યતા

- Advertisement -
Share

40,000 થી 50,000 બેગની બિયારણની તાત્કાલીક જરૂર છે

 

દેશભરમાં બટાટા હબ બનેલા ડીસામાં બટાટાની વાવણી ટાઇમે જ એન.પી.કે. ખાતરની અછત થતાં અનેક ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

વાવણીના સમયે જ ખાતર ન મળતાં ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જવાની અને મોટું આર્થિક નુકશાન થવાની પરિસ્થિતિ ઉભી થઇ છે.

ત્યારે ખેડૂતોએ જો સરકાર તાત્કાલીક ખાતરની વ્યવસ્થા નહીં કરે તો આગામી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવાની ચિમકી ઉચ્ચારી છે.

બટાટા નગરી ગણાતાં ડીસામાં બટાટાના વાવેતરનો પ્રારંભ થઇ ગયો છે. હાલમાં ખેડૂતો બટાટાના બિયારણ કાપવાની પ્રવૃત્તિમાં જોતરાયા છે.

 

ત્યારે બટાટાની વાવણી સમયે જ એન.પી.કે. ખાતરની અછત ઉભી થતાં અનેક ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. બનાસકાંઠા જીલ્લામાં 70,000 હેક્ટરથી વધુ જમીનમાં બટાટાનું વાવેતર થાય છે.
જેમાં વાવણી સમયે મુખ્ય ખાતર તરીકે એન.પી.કે. ખાતર આપવાનું રહે છે. આથી જીલ્લામાં 1.5 લાખ ઉપરાંત બેગ એન.પી.કે. ખાતરની જરૂરત પડે છે.

 

પરંતુ આ વર્ષે યોગ્ય પ્રમાણમાં ખાતર નહીં આવતાં હવે વાવણી સમયે જ ખાતરની અછત ઉભી થઇ છે. ખેડૂતો ખાતર માટે હાલ આમથી તેમ રઝળપાટ કરી રહ્યા છે.
ખાતર ન મળવાના કારણે અનેક ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જવાની પરિસ્થિતિ ઉભી થઇ છે. હાલમાં ડીસા અને બનાસકાંઠા જીલ્લામાં કુલ મળીને 40,000 થી 50,000 બેગ જેટલાં બિયારણની તાત્કાલીક જરૂર છે.
જો આટલા પ્રમાણમાં ખાતરનો જથ્થો એક-બે દિવસમાં ઉપલબ્ધ નહીં થાય તો અનેક ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જશે અને અનેક ખેડૂતો બટાટાની વાવણી કરી શકશે નહીં.

 

જેથી ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થવાની ભીતી ઉભી થઇ છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે, ‘સરકારે તાત્કાલીક ધોરણે બનાસકાંઠામાં એન.પી.કે. ખાતર ઉપલબ્ધ કરાવવું જોઇએ.
હાલમાં ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને સરકાર ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આથી જો સરકાર ખરા ટાઇમે ખેડૂતોને ખાતર ઉપલબ્ધ નહીં કરાવે તો આગામી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવાની સરકારે પણ તૈયારી રાખવી પડશે તેવી ચિમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!