દાંતા-હડાદ માર્ગ પર બાઇક ચાલકે શાળાના 2 બાળકોને અડફેટે લેતાં મોત

- Advertisement -
Share

પરિવારજનોમાં ઘેરા શોકની કાલીમાં પ્રસરી : એક બાઇક ચાલકને ઝડપ્યો જયારે બીજો બાઇક ચાલક ફરાર

દાંતા તાલુકામાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે દાંતા-હડાદ માર્ગ પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે.
દાંતા-હડાદ માર્ગ પર 2 બાઇક સવાર પૂરઝડપે જતાં શાળાના 2 બાળકોને અડફેટે લેતાં બંને બાળકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં કરુણ મોત નિપજ્યા હતા.

અકસ્માતની આ ઘટના દાંતાથી હડાદ માર્ગ પર સર્જાઇ હતી. ત્યારે 2 બાઇક ચાલકો દ્વારા શાળાના 2 બાળકોને અડફેટે લેતાં ઘટનાસ્થળે બંને બાળકોના કમકમાટીભર્યાં કરુણ મોત નિપજ્યા હતા.
ત્યારે આ બંને બાળકો હડાદ નજીક નવાવાસકાઠના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. દાંતા-હડાદ માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એક બાઇક ચાલકને ઝડપી પાડયો હતો. ત્યારે બીજો બાઇક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.
દાંતા-હડાદ માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં શાળાના બંને બાળકોના મોત થતાં દાંતા તાલુકામાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડયો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!