એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : ડીસાના આસેડામાં બરોડા ગ્રામિણ બેંકનો મેનેજર લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

લોન પાસ કરવા માટે બેંક મેનેજરે રૂ. 10,000 ની લાંચની માંગણી કરી હતી

 

ડીસા તાલુકાના આસેડા ગામમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામિણ બેંકની શાખાના બ્રાન્ચ મેનેજર પશુપાલક પાસેથી પશુ નિભાવ લોનની અરજી પાસ કરવા રૂ.10,000 ની લાંચ લેતાં પાલનપુર એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપી પાડયા છે. એ.સી.બી.ની ટીમે મેનેજરની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના આસેડા ગામમાં બરોડા ગુજરાત ગ્રામિણ બેંકની શાખા આવેલી છે. જેમાં ગામના એક પશુપાલકે બરોડા ગુજરાત ગ્રામિણ બેંકમાં પશુ નિભાવ લોન રૂ. 1,50,000 લેવા માટે અરજી કરી હતી.
જે લોન પાસ કરવા માટે બેંક મેનેજરે રૂ. 10,000 ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ન હોવાથી ફરિયાદીએ પાલનપુર એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

 

જે ફરિયાદના આધારે એ.સી.બી.ના બોર્ડર એકમ ભૂજના મદદની નિયામક કે.એચ.ગોહીલના સુપરવિઝન હેઠળ પાલનપુર એ.સી.બી.ના પી.આઇ. એન.એ. ચૌધરીએ લાંચના છટકાનું આયોજન કરતાં આસેડા
ગામમાં બેંકની શાખાના મેનેજર જશવંતભાઇ બી. દવે લાંચના છટકા દરમિયાન ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ. 10,000 સ્વીકારતાં રંગેહાથ ઝડપાયા હતા. જેથી એ.સી.બી.ની ટીમે તેમની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!