પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોલીસે બાતમી હકીકત અને હ્યુમન સોર્સના આધારે કચ્છ જીલ્લાના મેઘપુર બોરીચા અંજારથી ઝડપી પાડયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ-ભૂજ જે.આર.મોથલીયા અને અક્ષયરાજ પોલીસ અધિક્ષક-બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા સુચના કરી હતી.
જે સુચના અંતર્ગત ડૉ. જે.જે.ગામીત, નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગ પાલનપુરનાઓ માર્ગદર્શન મુજબ, જે.પી.ગોસાઇ, પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનનાઓના પોલીસ
સ્ટાફના માણસોએ બાતમી હકીકત અને હ્યુમન સોર્સના આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના આરોપી રવિ ગોવિંદભાઇ રાવળને કચ્છ જીલ્લાના મેઘપર-બોરીચી અંજારથી ભોગ
બનનારને શોધી અને અપહરણકર્તા સાથે ઝડપી પાડયો હતો. આ અંગે પાલનપુર શહેર પૂર્વ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update