ડીસામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયુ

- Advertisement -
Share

ડીસા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે બુધવારે ડીસામાં કાર્યરત હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી કેટલાંક ખાનગી તબીબો કોરોનાના દર્દીઓ પાસેથી બેફામ રૂપિયા વસુલી રહ્યા છે. જેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લેવા માટે જે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્યિા છે તેને રદ કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.

 

 

 

ડીસા શહેરમાં કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા બુધવારે હાલમાં ચાલી રહેલી કોરોનાની વૈશ્વિક મહામારીમાં કેટલાંક લોકોને પડતી તકલીફ અંગે નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

જેમા ખાસ કરીને હાલમાં કોરોથી બચવા માટે સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવી પડે છે. જો કે ગરીબ અને ગામડાના કેટલાંક લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોતો નથી અને તે લોકોને રજિસ્ટ્રેશન કરતા પણ આવડતુ નથી ત્યારે સરકાર દ્વારા વેક્સિન લેવાની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા રદ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

કોરોનાના દર્દીઓ પાસેથી વધુ રકમ વસુલતા તબીબો સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ અંગે રજુઆત કરાઈ હતી. જેમા નિતીન સોની, દિનેશ લોધા, ચિરાગ કૌશીક, નટવરજી ઠાકોર, પ્રવિણબોરવાલ, નિતીન લોધા રોહિત માળી શૈલેષ રાઠોડ જીગો ભોંયણ પ્રફુલ ઠક્કર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!