ડીસામાં તસ્કરોનો આતંક યથાવત : વધુ 7 દુકાનોને નિશાન બનાવી : અજાણ્યા તસ્કરો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ

- Advertisement -
Share

7 જેટલી દુકાનોના શટર તોડી તસ્કરો માલ-સામાનની ચોરી કરી ફરાર : અજાણ્યા તસ્કરો હાઇવે પરની દુકાનોને ટાર્ગેટ બનાવતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે

 

ડીસામાં સતત બીજા દિવસે તસ્કરોનો આતંક યથાવત જોવા મળ્યો હતો. ગઇકાલે રેલ્વે સ્ટેશન ચાર રસ્તા પર 2 દુકાનોમાં ચોરી થયા બાદ શનિવારે આખોલ ચાર રસ્તા નજીક પણ તસ્કરોએ 7 દુકાનોને ટાર્ગેટ
બનાવી ચોરી કરી હતી. અજાણ્યા તસ્કરો સી.સી.ટી.વી. કેમેરામાં દેખાતાં ડીસા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને રીતસર પડકાર ફેંકતાં હોય તે રીતે એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
ગઇકાલે રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીક 2 દુકાનોમાં ચોરી કર્યાં બાદ અજાણ્યા તસ્કરોએ શનિવારે આખોલ ચાર રસ્તા નજીક આવેલી 7 દુકાનોને ટાર્ગેટ બનાવી હતી. જેમાં કેટલીક દુકાનોમાં નિષ્ફળ પ્રયાસ થયો હતો.
જય સિકોતર ટ્રેડીંગ, એસ.વી. ટુલ્સ, રાધે એગ્રો સેન્ટર અને શિવ ટ્રેડર્સ સહીત 7 જેટલી દુકાનોના શટર તોડી અજાણ્યા તસ્કરો માલ-સામાનની ચોરી કરી ગયા હતા.
શનિવારે વહેલી સવારે વેપારીઓને જાણ થતાં જ તેઓએ ડીસા તાલુકા પોલીસની જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘છેલ્લા 2 દિવસથી અજાણ્યા તસ્કરો હાઇવે પરની દુકાનોને ટાર્ગેટ બનાવતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!