અલીબાબાને આપેલા આદેશે મચાવ્યો ખળભળાટ : જેક માને રસ્તે રઝળતા કરવાની ફિરાકમાં જીનપિંગ?

- Advertisement -
Share

માત્ર એક જ નિવેદનના કારણે દુનિયાભરમાં જાણીતા અને સૌથી ટોચના ઉદ્યોગપતિઓમાના એક જેક મા ને ચીનની શી જિનપિંગ સરકારે બરાબરના સાણસામાં લીધા છે. છેલ્લા અનેક મહિનાઓથી ગુમ કરી દેવામાં આવેલા અલી બાબાના ફાઉંડર જેક માને હવે તેમનો ધંધો વેચી મારવા ચીની સરકાર દબાણ કરી રહી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અલીબાબાએ ઝિજુઆ અને સિચુઆન પ્રાંતમાં સિન્હુઆ એજન્સી અને સ્થાનિક સરકાર દ્વારા સંચાલિત અખબારોના જૂથની સાથે સંયુક્ત ઉપક્રમ અથવા ભાગીદારી સ્થાપિત કરી છે. ચીની નિયામક અલીબાબાના મીડિયા હિતમાં વિસ્તાર અંગે ચિંતિત છે અને કંપનીને મીડિયા હોલ્ડિંગ્સ પર અંકૂશ લગાડવાની યોજના લાવવાનું જણાવી દેવાયું છે. પરંતુ કઈ સંપત્તિઓ વેચી દેવામાં આવશે તે અંગે કોઈ ફોડ પડાયો નથી.

દેશમાં જેક માના વધી રહેલા કારોબારી પ્રભાવને નાથવા માટે ચીનની જિનપિંગ સરકારે અલીબાબા ને તેની મીડિયાની સંપત્તિઓ વેચી દેવાનું જણાવ્યું છે. એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો હતો. આ રિપોર્ટમાં ચીની અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશમાં લોકોમાં દિગ્ગજ ટેકનોલોજી કંપનીના પ્રભાવને લઈને પરેશાન છે.

ઉલ્લેખનીય છે કે જેક મા 2019 અને 2020 માં હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં ચીનના સૌથી અમીર વ્યક્તિ હતા પરંતુ હવે તેમનું સ્થાન નોંગફૂ સ્પ્રિંગના ઝોંગ શાનશાન, ટેનસેંટ હોલ્ડિંગના પોની મા અને ઈ કોમર્સ સ્ટાઈંડ પિંડડિયોડોએ સંભાળ્યું છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!