થરાદનો યુવક કારની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન યુવકનું મોત

- Advertisement -
Share

થરાદના માંગરોળ પાસે બેફામ ઇકો કાર ચાલકે દાંતિયા ગામના યુવકને ટક્કર મારતા બાઈક ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ડીસા ખાતે સારવાર હેઠળ હતો જેણે સારવાર દરમિયાન દમ તોડ્યો. બનાવને પગલે અરેરાટી પ્રસરવા પામી હતી.

 

થરાદ તાલુકાના દાંતિયા ગામનો ઈશ્વરભાઈ નાનજીભાઇ પટેલ પોતાનું બાઇક નંબર GJ-06-KN-4337માં પેટ્રોલ ભરાવવા માટે માંગરોળ જવાનું કહીને પોતાના 4 વર્ષના પુત્ર પ્રદીપ સાથે નીકળ્યો હતો.
જેને 4 વાગ્યાના સુમારે માંગરોળ ગામના બસ સ્ટેશનથી પેટ્રોલ પંપ જતાં સાંચોર હાઇવે પર સામેથી બેફામ ઝડપે ઓવરટેક કરી રહેલી ઇકો કાર નંબર GJ-08-CC-4424ના ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી.

 

ત્યારબાદ ઇકો કાર મુકી નાસી છુટ્યો હતો. જ્યારે ગંભીર ઇજાના કારણે બેભાન અવસ્થામાં ઇશ્વરભાઇને થરાદથી વધુ સારવાર અર્થે ડીસા ખસેડાયો હતો. જ્યારે તેના 4 વર્ષના પુત્ર પ્રદીપને બેઠો માર વાગતાં તેને પણ સારવાર અપાઇ હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!