ડીસામાં આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી ઉપસ્થિત રહી લોકો સાથે સીધો સંવાદ કર્યો

 

બનાસકાંઠા જીલ્લામાં આગામી આવનાર વિધાનસભાની ચૂંટણીમાં આપ પોતાની સત્તા હાંસલ કરે તેને લઇને લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે.
ત્યારે શુક્રવારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસામાં આવેલ રીસાલા મહાદેવ ચોકમાં જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ભાજપ શાસનથી પીડીત લોકોએ વિવિધ સમસ્યાઓ જણાવતાં આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યાં હતા.
આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને લઇને તમામ પાર્ટીઓ દ્વારા પોતાના પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે.
ત્યારે આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાની સત્તા હાંસલ કર્યાં બાદ પંજાબમાં પણ ભારે બહુમતીથી વિજેતા થઇ હતી.
ત્યારે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ભારે બહુમતીથી વિજેતા થાય તેને લઇને હાલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
જયારે આમ આદમી પાર્ટીના નેતા ગુજરાતના સમગ્ર જીલ્લામાં લોકો પાસે જઇ સીધો જન સંવાદ કાર્યક્રમ યોજી રહ્યા છે.
અને લોકોના પ્રશ્નો જાણી આગામી સમયમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિજેતા થશે તો તમામ સમસ્યાનું નિરાકરણ લાવી આપશે તેવી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ખાતરી આપવામાં આવી રહી છે.
ત્યારે શુક્રવારે બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ગણાતા ડીસામાં આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બનાસકાંઠા જીલ્લામાંથી અસંખ્ય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આપના નેતા ઇસુદાન ગઢવીના હસ્તે ખેસ પહેરી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આપને વિજેતા બનાવવા માટે આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ભાજપથી પીડીત અને દમનથી કચડાયેલા લોકોએ આપના નેતા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.
જયારે ભાજપ શાસનમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને નાથવા માટે પણ અપિલ કરી હતી. જેના જવાબમાં ઇસુદાન ગઢવીએ આ રાવણ રૂપી ભાજપની સરકારની હકાલપટ્ટી એજ એકમાત્ર ઉપાય હોવાનું જણાવી
2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આદમી પાર્ટીની સરકાર બનશે તો લોકોની તમામ સમસ્યાઓને હલ કરવાની ખાત્રી આપી હતી.
જયારે પંજાબ અને દિલ્હીમાં નાગરીકોને સસ્તી વીજળી અને મફ્ત વીજળી મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ નાગરીકોને તેમના અધિકાર મુજબ સસ્તી વીજળી અને મફ્ત વીજળી મળવી જોઇએ તેવી માંગ કરાઇ હતી.
આ પ્રસંગે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, લીગલ સેલ રમેશભાઇ નાભાણી, જીલ્લા પ્રમુખ ડો. રમેશભાઇ, પ્રદેશ ઉપાધ્યક્ષ ‌સાગરભાઇ દેસાઇ, લોકસભા પ્રભારી વિજયભાઇ દવે, ડીસા પ્રભારી
સુભાષભાઇ ઠક્કર, સંગઠન મંત્રી હાર્દિકભાઇ ઠક્કર, કમલેશભાઇ ઠક્કર, મુસ્તકીમ મેમણ, મીડીયા સેલ હરેશભાઇ ઠક્કર સહીતના આપના જીલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!