પાલનપુરના મલાણા નજીક ડીસાના 3 મિત્રોની ગાડી ડીવાઇડર સાથે અથડાતાં એક વ્યક્તિનું મોત : 2 વ્યક્તિઓ ઘાયલ

- Advertisement -
Share

ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા

 

ડીસાના મોહમદપુરા ગવાડી વિસ્તારમાં રહેતાં 3 મિત્રો ગત રાત્રે પાલનપુરના મલાણા ચોકડી નજીક ગાડી ડીવાઇડર સાથે અથડાતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
જ્યારે 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ વાન મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, ડીસાના મોહમદપુરા ગવાડી વિસ્તારમાં રહેતાં સમીર અનવરભાઇ કુરેશી (ઉં.વ. આ. 33), આદીલ અબુલહક્ક કુરેશી અને મોહમદઅલી બીલાલભાઇ પવાર ગત રાત્રિના સુમારે ડીસાથી હોન્ડા સીટી ગાડી નં. GJ-08-CM-0211 લઇને માવલ સબંધીને ત્યાં ગયા હતા.

 

ત્યાંથી પરત ફરતાં રાત્રિના સુમારે પાલનપુર તાલુકાના મલાણા ચોકડી નજીક આદીલે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ગાડી ડીવાઇડર સાથે અથડાવતાં ગાડીમાં સવાર સમીર કુરેશીને માથાના ભાગે ગંભીર
ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે આદીલ કુરેશીને માથાના ભાગે અને મોહમદઅલીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા પાલનપુર
સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં ફરઝાનાબેન શેખ (કોર્પોરેટર) અને મૃતકના ભાઇ અસનાઝ હુસેન કુરેશી તાત્કાલીક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
મૃતક સમીરના દોઢ વર્ષ અગાઉ જ લગ્ન થયેલ 4 માસની દીકરી અને પત્નીના કલ્પાંતથી ઘરમાં રોક્કળ મચી ગઇ હતી. મૃતકના ભાઇ અસનાઝ હુસેન કુરેશીએ ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે
ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે સમીર કુરેશીનો જનાઝો ઝોહર બાદ ડીસાના ગવાડીમાં નીકળતાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઇને ખીરાજે અકીદત પેશ કરી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!