તમામ પ્રકારની અસામાજીક ગતિવિધીઓ અને પ્રતિબંધિત વસ્તુઓ ગુજરાતમાં ન પ્રવેશી શકે
ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું યાત્રાધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે. ત્યારે ગુજરાતમાં પ્રવેશવા માટે રાજસ્થાન અને ગુજરાતને લગતી છાપરી ચેકપોસ્ટ આવેલી છે.
ત્યાં અંબાજીના પોલીસ કર્મીઓ કોઇપણ અસામાજીક ગતિવિધીઓને રોકવા માટે 24 કલાક તહેનાત છે. ત્યારે આવનાર તા. 31 ડિસેમ્બરને લઇ ગુજરાત અને રાજસ્થાનને લગતી અંબાજી-છાપરી ચેકપોસ્ટ પર સુરક્ષામાં વધારો કર્યો છે.
ત્યારે છાપરી ચેકપોસ્ટ પર તહેનાત પોલીસ કર્મીઓ દ્વારા તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરાયું છે. જેથી કોઇપણ અસામાજીક ગતિવિધીઓ અને પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી ન થઇ શકે.
છાપરી ચેકપોસ્ટ પર તહેનાત પોલીસ જવાનો દ્વારા તમામ પ્રકારના વાહનોનું ચેકીંગ હાથ ધરાયું છે. જેમાં નાના-મોટા વાહનોથી લઇ સાર્વજનિક વાહનો જેમાં એસ.ટી. બસ સહીતના વાહનોનું પણ ચેકીંગ હાથ ધરાયું છે. 
જેથી તમામ પ્રકારની અસામાજીક ગતિવિધીઓ અને પ્રતિબંધિત વસ્તુઓ ગુજરાતમાં ન પ્રવેશી શકે. આવનાર તા. 31 ડિસેમ્બરને ધ્યાને લઇ અંબાજી-છાપરી ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા હાથ ધરાઇ છે.
From-Banaskantha update