પોલીસ ટેકનિકલ અને હુમન સોર્સિંગના આધારે આરોપી સુધી પહોંચી
ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના યાવરપુરા ગામમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અને સગીરાને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ બંનેને બેંગ્લુરુથી શોધી ધાનેરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આરોપી અને સગીરાને મેડીકલ માટે હોસ્પિટલ મૂકવામાં આવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા પોલીસ મથકે યાવરપુરા ગામની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ જુલાઇ માસમાં નોંધાઇ હતી. પરંતુ આ સગીરા ન મળતાં મામલો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.
જેથી પી.આઇ. એ.ટી.પટેલ દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટેકનિકલ તપાસ અને હુમન સોર્સિંગના આધારે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સગીરા અને આરોપી બેંગ્લુરુ છે.
જેથી સ્પેશિયલ ટીમ બનાવી હતી. આ ટીમને બેંગ્લુરુ (કર્ણાટક) મોકલી સગીરા અને આરોપી દેસળાજી માલાજી ઠાકોરને બેંગ્લુરુ (કર્ણાટક) થી ઝડપી પાડયા હતા.
આ બંનેને ધાનેરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ અંગે પી.આઇ. એ.ટી. પટેલે જણાવ્યું હતું કે, ‘આરોપી અને ભોગ બનનાર સગીરાને મેડીકલ માટે હોસ્પિટલ મૂકવામાં આવ્યા છે.’
From-Banaskantha update