પાલનપુરમાં વર્ષમાં 2 વાર ખૂલતાં નાગણેચી માતાજીના મંદિરે દર્શન કરવા ભક્તો ઉમટ્યા

- Advertisement -
Share

રાણીને દાયજામાં મળેલા પુસ્તક માટે નવાબે મંદિર બનાવ્યું હતું

 

પાલનપુરમાં મોટી બજારથી નાની બજાર જવાના રસ્તા પર રાજગઢીમાં નાગણેચી માતાજીનું મંદિર આવેલું છે. જે ભક્તોના દર્શન માટે વર્ષમાં માત્ર 2 જ વાર ખૂલે છે. !
એક નાગ પાંચમે અને બીજું નવરાત્રિની આઠમે. કહેવાય છે કે, રાણીને દાયજામાં મળેલા પુસ્તક માટે નવાબે મંદિર બનાવ્યું હતું. સોમવારે નાગણેચી માતાજીના મંદિરે આઠમના હવનનો દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા.
મંદિરમાં મૂકવામાં આવેલા શિલાલેખ પ્રમાણે “ફીરોજખાનના દિકરા મુઝાહીતખાનના લગ્ન પૂંજાજી જાડેજાની દિકરી માનબાઇ સાથે થયેલ ત્યારે દાયજામાં નાગણેજી માતાજીનું પુસ્તક
139 છબીઓવાળુ આવેલ તેને મુઝાહીતખાનના માતા ધીરાબાઇ જે સાચોરા રજપૂત સૂરજમલની પુત્રી હતા તેમણે શુભ શુકન માની રાજગઢીમાં નાગણેજી માતાજીનું પૂજા સ્થાન બનાવ્યું હતું અને પૂજા કામ
કરવાને સિધ્ધપુરથી એક બ્રાહ્મણને બોલાવ્યો હતો. તે પૂજારી તરીકેના વંશપરંપરાગત અધિકારે વર્ષાસન રાજય તરફથી મળે છે. ઇ. સ. 1657 કમાલખાનના સ્મર્ણાર્થે નવચંડીનું
377 પાનાનું ધીરાબાઇની સંમતિથી એક પુસ્તક પુરૂં થયું તેના છેલ્લા પાન પર ઘસાઇ ગયેલો નાનો શો લેખ હાલ પણ મોજુદ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!