ડીસાના સમૌ નાનામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોટાભાઇએ નાનાભાઇની હત્યા કરતાં ચકચાર

- Advertisement -
Share

ખેતરમાં પશુઓ બાંધવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી

 

ડીસા તાલુકાના સમૌ નાના ગામમાં ખેતરમાં પશુઓ બાંધવાની સામાન્ય બોલાચાલીમાં મોટાભાઇએ નાનાભાઇના માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે મૃતકની પત્નીએ ડીસા તાલુકા પોલીસ મથકે જેઠ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના સમૌ નાના ગામમાં રહેતાં શાંતુભા મફતસિંહ જાદવને ખેતરમાં પશુઓ બાંધવા બાબતે તેમના મોટાભાઇ ચંદભા મફતસિંગ જાદવ સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી.
જેમાં ઉશ્કેરાયેલા ચંદુભાએ તિક્ષ્ણ હથિયારનો ઘા શાંતુભાના માથામાં માર્યો હતો. જેમને ગંભીર ઇજાઓ પહોંચતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકની પત્ની સોનલબાએ ડીસા તાલુકા પોલીસ મથકે જેઠ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

નોંધનીય છે કે, ‘શાંતુભા જાદના લગ્ન પાલનપુર તાલુકાના સામઢી મોટાવાસ ગામમાં પૂનમસિંહ છગનસિંહ સોલંકીના ત્યાં સોનલબા સાથે 5 વર્ષ અગાઉ થયા હતા. જેમને સંતાનમાં એક પુત્ર રવિરાજ (ઉં.વ. આ. 3) છે. શાંતુભાનું મોત થતાં માતા-પુત્ર નોંધારા બન્યા છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!