વાવ પોલીસે દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી : મહારાષ્ટ્રના સિન્નર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 6,59,696 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

નાળોદર-ગોલગામ રોડ ઉપરથી સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડતી અને મહારાષ્ટ્રના નાસિકના સિન્નર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો ભેદ વાવ પોલીસ ઉકેલી કાઢ્યો છે.
બનાસકાંઠાના વાવ પોલીસ સ્ટેશનને મળેલ બાતમીના હકીકત આધારે ચેકીંગ હાથ ધરતાં નાળોદર-ગોલગામ રોડ ઉપરથી સ્કોર્પિયો શંકાસ્પદ ગાડીમાં વાવ પોલીસ તપાસ કરતાં વિદેશી દારૂ બોટલ 1824
જેની કિંમત રૂ. 1,59,696 અને સ્કોર્પિયો ગાડી છૂટી નંબરની પ્લેટો 04 એમ કુલ મુદ્દામાલ રૂ. 6,59,696 જપ્ત લઇ ગાડી મૂકી વોન્ટેડ આરોપીઓ નાસી જતાં તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે વોન્ટેડ આરોપીના કબ્જાવાળી નંબર વગરની સ્કોર્પિયો ગાડીના વીન નંબર ઉપરથી ઓનલાઇન ખરાઇ કરતાં સદર ગાડી નાસિક જીલ્લામાં નં. H-15EX-4614 થી પાર્સિંગ થયેલની હકીકત જણાઇ આવતાં
તેના માલિકના મોબાઇલ નંબર આધારે કોન્ટેક કરતાં સદર ગાડી નાસિક ગ્રામ્યના સિન્નર પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયેલની હકીકત મળતાં ઢાણે સિન્નર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-379 મુજબનો ગુનો દાખલ થયેલ છે. સદર ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સ્કોર્પિયો ગાડીનો ભેદ વાવ પોલીસે ઉકેલ્યો છે.

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!