ધાનેરામાં રોયલ્ટી વગરના 3 ડમ્પરો નાયબ કલેક્ટરે ઝડપ્યા

- Advertisement -
Share

 

રાજ્ય સરકારની તિજોરીને નુકશાન કરતાં ભૂમાફીઓ અને સ્થાનિક તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળ્યું છે. જેમાં ધાનેરામાં મોટા પ્રમાણમાં રેતી ઉલેચાઇ વેચાણ કરતાં લીઝ ધારકો સામે તંત્ર કડક બન્યું છે.

 

 

ત્યારે ધાનેરા નાયબ કલેક્ટરે રોયલ્ટીની ચોરી કરીને દોડતાં ડમ્પરો સામે લાલ આંખ કરી છે. જેમાં ખાણ ખનીજ વિભાગ અને રોયલ્ટી ભર્યાં વિનાના રેતી ભરેલા ડમ્પરો નાયબ કલેક્ટરે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

જેમાં ૩ દિવસમાં રોયલ્ટી ભર્યાં વિનાના ૩ ડમ્પરો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ધાનેરા પંથકમાં રેતીની ચોરી કરનાર શખ્સો અને રોયલ્ટી ચોરી કરનાર સામે ધાનેરા નાયબ કલેક્ટરની લાલ આંખ જોવા મળી રહી છે.

 

 

જેમાં ડમ્પરોને ઝડપીને કડક કાર્યવાહી કરતાં સરકારી તિજોરીને નુકશાન કરતાં ભૂમાફીયોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. ત્યારે નાયબ કલેકટરની કડક કાર્યવાહીને લઇ રોયલ્ટી ચોરી કરતાં અન્ય તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!