બનાસકાંઠાના તમામ માર્કેટયાર્ડ 25 દિવસના લોકડાઉન બાદ ફરીથી ખુલ્યા : લાંબા સમય બાદ ખેડૂતો હરાજીમાં જોડાયા

- Advertisement -
Share

કોરોના વાયરસની મહામારીમાં બનાસકાંઠા જિલ્લામાં 25 દિવસથી પણ વધુ લોકડાઉન આપવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ તમામ માર્કેટ યાર્ડ બંધ કરવામાં આવ્યા હતા ત્યારે આજે 25 દિવસના લોકડાઉન બાદ તમામ માર્કેટયાર્ડ ફરીથી ખુલતા ખેડૂતો પોતાના માલ લઈને આવતા નજરે પડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિના દરમિયાન કોરોનાવાયરસની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ કોરોનાવાયરસની મહામારીમાં અનેક લોકો સંક્રમિત થયા હતા અને અનેક લોકો મોતને ભેટયા હતા.

 

 

 

 

આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના તમામ તાલુકાઓમાં લોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું તેના કારણે લોકોની અવરજવર ઘટે અને કોરોનાવાયરસના કેસો પણ ઓછા થાય તો બીજી તરફ ખેડૂતોની સૌથી વધુ અવરજવર ખેતીવાડી ઉત્પન્ન બજાર માર્કેટયાર્ડમાં હોય છે જેના કારણે રોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના માલની હરાજીમાં હોય છે.

 

Advt

 

 

જેના કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ વધારે જોવા મળતી હતી આ પરિસ્થિતિમાં ખેડૂતોનું સંક્રમણ વધે નહીં તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા 25 દિવસ સુધી બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ બંધ રહ્યા હતા. જે બાદ હવે ધીરે-ધીરે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતા હવે ધીમે ધીમે સરકાર દ્વારા તમામ ધંધા રોજગારો ફરીથી ખોલવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

જે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડ સવારે 9થી બપોરે ત્રણ વાગ્યા સુધી માર્કેટયાર્ડ ખોલવામાં આવ્યું હતું. માર્કેટયાર્ડ ખુલતાની સાથે જ વેપારીઓ દ્વારા બાજરી રાજગરો એરંડા જેવા પાકની હરાજી શરૂ કરવામાં આવી હતી પ્રથમ દિવસે માત્ર 10થી 15 ખેડૂતો પોતાનો માલ લઈને હરાજીમાં જોડાયા હતા.

 

 

 

 

કોરોના વાયરસની મહામારીમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ખેડૂતોની બની છે બનાસકાંઠા જિલ્લો આમ તો મોટાભાગે ખેતી આધારિત જિલ્લો છે જેના કારણે ચાલુ વર્ષે પણ કોરોના વાયરસની મહામારીમાં ખેડૂતોએ પોતાના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી બાજરી રાજગરો, એરંડા સહિત અનેક પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ કોરોનાવાયરસની મહામારીના કારણે સતત વધતા જતા કોરોનાવાયરસના કેસના કારણે તમામ રાજ્ય બંધ કરી દેવામાં આવ્યા હતા.

જેના કારણે બનાસકાંઠા જિલ્લાનો ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલો પાક બંધ થઈ ગયો હતો. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો આ તરફ 25 દિવસ સુધી ખેડૂતોનો માલ માર્કેટયાર્ડોમાં વેચવામાં આવતા ખેડૂતોએ 25 દિવસ સુધી ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારે આજે કોરોનાવાયરસના કેસો ઓછા થતા બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન બજાર દ્વારા ખોલવામાં આવતા 25 દિવસ બાદ ખેડૂતોના મોઢા પર ખુશી જોવા મળી હતી આજે પ્રથમ દિવસે લાંબા સમય બાદ ખેડૂતો પોતાના માલ હરાજીમાં જોડાયા હતા અને પ્રથમ દિવસે જ ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!