એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : A.S.I. લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

કાપડ વેપારીને ધરપકડ વોરંટમાં હેરાન ન કરવા માટે નાણાં માંગ્યા હતા : ​​​​અગાઉ પણ વેપારી પાસેથી 2-3 વાર રૂ. 2,000 લીધા હતા અને નિવૃત્તિના 6 વર્ષ બાકી હતા

 

રાંદેર પોલીસ સ્ટેશનના A.S.I. સતિષ પટેલનો રૂ. 54,000 નો માસિક પગાર હોવા છતાં રૂ. 2,000 ની લાંચમાં એ.સી.બી.ના છટકામાં ભેરવાયો છે.

કાપડના વેપારીને ધરપકડ વોરંટમાં હેરાન ન કરવા માટે A.S.I. સતિષે રૂ. 2,000 ની લાંચની માંગણી કરી હતી. રાંદેર વિસ્તારમાં રહેતાં કાપડના વેપારીનો કોર્ટમાંથી ધરપકડ વોરંટ ઇશ્યુ થયો હતો.

 

આથી રાંદેર પોલીસના A.S.I. સતિષ ડાહ્યાભાઇ પટેલ( ઉં.વ.આ. 52) (રહે. ભગુનગર, મોરાભાગળ, રાંદેર, મૂળ રહે, બરબોધનગામ, ઓલપાડ) વેપારીના ઘરે ધરપકડ વોરંટની બજવણી કરવા ગયો હતો.

 

વેપારીને હેરાન ન કરવા અને ધરપકડ વોરંટની બજાવણી ન કરવા માટે લાંચીયા A.S.I. સતિષે રૂ. 2,000 ની લાંચ માંગી હતી.

 

આથી વેપારીએ બુધવારે એ.સી.બી.નું છટકું ગોઠવી લાંચીયા A.S.I. સતિષ પટેલને રાંદેર જીલ્લાની બ્રીજ નીચે ચાની કીટલી સામેથી રૂ. 2,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.

 

એ.સી.બી.ની ટ્રેપને પગલે A.S.I. નો પસીનો છુટ્ટી ગયો હતો. રાંદેર પોલીસ સ્ટેશનમાં A.S.I. સતિષ પટેલ સમન્સ વોરંટ બજાવવાની કામગીરી કરે છે અને તેમને રીટાયર થવાના 6 વર્ષ બાકી હતા.

 

એ.સી.બી.એ A.S.I. સતિષ પટેલની મોડી રાતે ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે. અગાઉ વેપારીને વોરંટની બજાવણી કરવા ગયા ત્યારે પણ લાંચીયા A.S.I. સતિષ પટેલ 2-3 વાર રૂ. 2,000 ની રકમ લઇ આવ્યા હતા. નોંધનીય વાત એ છે કે, A.S.I.નો માસિક વેતન રૂ. 54,000 છે.

 

રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. અને અન્ય 6 પોલીસ કર્મીઓ સપ્તાહ પહેલાં કાપડના વેપારીના ઘરે મોડી રાત્રે તપાસ માટે ગયા હતા.
વેપારી મળી આવ્યો ન હતો પરંતુ વેપારીના પરિવાર સાથે પોલીસે ખરાબ વર્તન કર્યુ હોવાનું એ.સી.બી.ના સૂત્રોએ જણાવ્યું છે. એટલું જ નહી વેપારીનું આખું ઘર ચેક કર્યુ હતું.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!