અમીરગઢ: ખેતરમાંથી કામ પરથી પરત ફરતી મહિલા પર હુમલો કરી બે ઇસમો ચેઇન ઝૂંટી ગયા

- Advertisement -
Share

બનાસકાંઠાના અમીરગઢ પાસે આવેલા રામજિયાણી હાઇવે પર ખેતરમાંથી પોતાના ઘરે જઈ રહેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી બે બાઈક સવારો ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. જેથી બનાવના પગલે અમીરગઢ પોલીસને જાણ થતા વધુ તપાસ હાથ ધરી છે.

અમીરગઢથી પાલનપુર જતા હાઇવે પર આવેલા રામજીયાણી ગામના વતની અમરત પટેલ પોતાની પત્ની ગીતાબેન સાથે ખેતરમાંથી ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી બાઈક ઉપર બે ઇસમો આવેલા અને ગીતાબેનના ગાળામાં પહેરેલી સોનાની ચેઇન લેવા માટે હાથ કર્યો હતો, પરંતુ ચેઇન લેવા ગયેલા બાઈક સવારોથી બચવા ગીતાબેન પોતે હાથ ઊંચો કર્યો હતો, ત્યારે બાઈક સવાર ઇસમોએ મહિલાના હાથના ભાગે લાકડાનો ધોકો મારી ઈજાઓ કરી ચેઇન લઈ ફરાર થયા હતા.

 

અંધારાનો સમય હોવાથી તેઓ ઓળખાણમાં આવ્યા ન હતા, પરંતુ પાછળથી આવી રહેલા ગાડી ચાલકે આ દૃશ્ય જોતાં તેને બાઈકનો પીછો કર્યો હતો અને ઇકબાલગઢ પાસે તેઓને પકડતાં ચોર બાઈક મૂકી ભાગી ગયા હતા.

ભોગ બનેલી મહિલાએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં બનાવની ફરિયાદ કરતાં પોલીસે ગુનોં નોંધી આગળની કાર્યવાહી આરંભી છે. ભોગ બનેલી મહિલાને હાથના ભાગે ઈજાઓ થતાં તેઓને અમીરગઢ સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયાં હતા.

ભોગ બનનારી મહિલાના પતિ અમૃત પટેલે જણાવ્યું હતું કે, ખેતરમાં કામ કરતા હતા. જે બાદ સાંજના સાત વાગ્યા આજુબાજુ ઘરે જતા હતા, ત્યારે હાઇવે ઉપર પાછળથી બાઈક આવી મારી પત્નીના ગળામાં ચેઇન હતી એ લેવા માટે હાથ નાખ્યો એટલે મારી પત્નીએ હાથ ઊંચો કર્યો એટલે પછી એ બાઈક સવારોએ હાથ ઉપર ધોકા વડે પ્રહાર કરી મારી પત્નીના હાથે વગાડી ચેઇન લઇ ગયા એટલે અમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

 

આ અંગે ભોગ બનનારી ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, અમે કુવા ઉપરથી બંને જણા ઘરે જતા હતા. તે સમયે મારા ગળામાં ચેઇન પહેરેલી હતી. બાઈકવાળા પાછળથી આવી મને ધોકાવડે પ્રહાર કરી ચેઇન લઈને જતા રહ્યાં.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!