છાપી દારૂના ગુનામાં સીમકાર્ડ કૌભાંડ આચરી નાસતા-ફરતા ધાનેરાના 2 શખ્સોને બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

અધિકારીઓના નામે પણ સીમકાર્ડ હોવાનું બહાર આવ્યું : એલ.સી.બી. ની ટીમે ધાનેરાના 2 શખ્સોને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી

 

બનાસકાંઠા એલ.સી.બી.ની ટીમે છાપીના દારૂના ગુનામાં સીમકાર્ડ કૌભાંડ આચરી નાસતા-ફરતા ધાનેરાના 2 આરોપીઓને ઝડપી પાડયા હતા.
તેમની જોડેથી મળેલા મોબાઇલ નંબરની તપાસમાં કેટલાંક અધિકારીઓને ખબર પણ ન હોય અને તેમના નામનું સીમકાર્ડનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પી.આઇ. ડી. આર. ગઢવીએ ટીમ સાથે છાપી પોલીસ મથકે નોંધાયેલા દારૂ અને છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા ધાનેરાના કિર્તીભાઇ બાબુભાઇ

 

રાઠોડ અને ધાનેરા તાલુકાના સાંકડના પ્રકાશભાઇ પુંજાભાઇ પારગીને ઝડપી પાડયા હતા. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘દારૂની ગાડી ઝડપી ત્યારે આરોપીઓ પાસેથી એક નંબર મેળવ્યો હતો.
જે નંબરના વ્યક્તિ પાસે જઇ તપાસ કરી તો તેને ખબર જ ન હતી કે પોતાના નામે આ સીમ કાર્ડ છે. જે પછી અલ્ટ્રાનેટ નંબર ઉપરથી કોલ ડીટેલ્સ કાઢવામાં આવતાં એવા નંબરો સામે આવ્યા હતા.

 

જેમાં મૂળ માલિકને ખબર જ ન હતી કે, પોતાના નામે બજારમાં બીજું પણ સીમકાર્ડ ફરી રહ્યું છે. જેમાં કેટલાંક અધિકારીઓના નામે પણ સીમકાર્ડ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરી આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!