ડીસા પોસ્ટ ઓફિસની કામગીરીઓને લઈને ડીસા પ્રાંતને આપ બનાસકાંઠાએ આવેદનપત્ર આપ્યું.

- Advertisement -
Share

ડીસામાં બે બે પોસ્ટ ઓફિસો હોવા છતાં ગ્રાહકો ધરમધક્કે ચડતા આમદમી પાર્ટી એકમ દ્વારા ના.કલેકટરને આવેદનપત્ર પાઠવી સમસ્યાનો નિવારણ માટે માંગ કરાઈ છે અને જો માંગ પુરી ન થઈ તો આપ આંદોલન માર્ગ અપનાવશે.

ડીસા જિલ્લાનું મુખ્ય વેપારી મથક તેમજ એગ્રીકલ્ચર ઝોન છે તદ ઉપરાંત 100થી વધુ ગામડાઓનો સમૂહ વાળો તાલુકો પણ છે જ્યારે ડીસામાં સરકારી કામકાજ માટે ખુબજ મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળી રહ્યો છે જ્યારે સામાન્ય અરજદાર હોય કે ખેડૂત કે વિધાર્થીઓ પોસ્ટ ઓફિસમાં રોજબરોજ કામે જવાનું હોય છે ત્યારે ડીસા પોસ્ટ ઓફિસેમાં કથળી ગયેલી હાલત અને અધિકારીઓની ગ્રાહકો સાથેનું ગેરવર્તન તેમજ વારંવાર ટેક્નિકલ ખામીઓ સર્જરતા ગ્રાહકને દુરદુરી થી આવી કલાકો લાઈનોમા ઉભ રહી કાર્ય પૂર્ણ ની જગ્યાએ અધિકારીઓના ઉઘતભર્યા વર્તનનો સામનો કરી એક જ કામ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે જ્યારે તે બાબતની ગ્રાહક કોઈ અધિકારીને ફરિયાદ કરવા જતાં તેમને ત્યાં પણ સંતોષકારક જવાબ ન મળતા ગ્રાહક લાચાર બની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવા માટે કમ્પ્લેન બોક્સ ગોતે છે ત્યાં ડીસાની પોસ્ટ ઓફિસમાં તો કમ્પ્લેન બોક્સ જ નથી અને આ પોસ્ટ ઓફિસમાં CCTV કેમેરા પણ મ હોવાથી અધિકારીઓને ગ્રાહકો સાથે ગેરવર્તન કરવાનું મોકળું મેદાન મળી ગયું છે ઉપરાંત પોસ્ટ ઓફિસમાં ગ્રાહક પોતાના રોકડ રકમનો વ્યવહાર દરમિયાન પોતાને અસલામત મહેસૂસ કરે છે.

આવી તમામ સમસ્યાઓનું વધતી જતા જાગૃત નાગરીકો દ્વારા અને ડીસા આમ આદમી પાર્ટી બનાસકાંઠા એકમને જાણ થતાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાસ ઠક્કર તેમની ટિમ સાથે પોસ્ટ ઓફિસે પહોંચ અધિકારીને આ બાબતે રજુઆત કરતા તેમને યોગ્ય જવાબ ન મળતા આખરે મંગળવારે આમ આદમી પાર્ટીનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને સાથેસાથે જો આ સમસ્યાનું ઉકેલ નહિ આવે તો આગામી સમયમાં આંદોલન માર્ગ પણ આપ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

હવે જોવાનું રહ્યું છે કે આ ડીસા ડીસાના ના.કલેકટર ડીસા પોસ્ટ ઓફિસના અધિકારીઓને શુ પાઠ ભણાવે છે કે પછી આપ આંદોલનનો માર્ગ અપનાવશે…


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!