17 રનથી જાગેશ્વર સેના (સુરત) ને પરાજય આપ્યો
નાગદા બ્રાહ્મણ સમાજ દ્વારા મુંબઇમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. બ્રાહ્મણ સમાજ દ્વારા અલગ-અલગ ક્રિકેટ ટીમ ઉતારવામાં આવી હતી.
ત્યારે અંબાજીની ટીમ ભૂદેવ ફાઇટર્સ સળંગ 4 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી. જ્યાં ફાઇનલ મેચમાં ભૂદેવ ફાઇટર્સ અને જાગેશ્વર સેના (સુરત) વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો.
જેમાં ભૂદેવ ફાઇટર્સ વિજેતા થઇ હતી. ફાઇનલ મેચમાં ભૂદેવ ફાઇટર્સે 17 રનથી જાગેશ્વર સેના (સુરત) ને પરાજય આપ્યો હતો. જેમાં મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેસ્ટમેનની ટ્રોફી પાર્થ જોષીને અપાઇ હતી.
જ્યારે મેન ઓફ ધ સીરીઝ જીગ્નેશ જોષીના નામે થઇ હતી. ત્યારે અંબાજીની ટીમ ભૂદેવ ફાઇટર્સ વિજેતા થતાં નાગદા બ્રહ્મ સમાજ દ્વારા ટીમને ટ્રોફી અને ઇનામી રકમ અપાઇ હતી.
From-Banaskantha update