રાધાનેસડા સોલાર પ્લાન્ટમાં ચોરી કરનાર પાંચ શખ્સો ઝડપાયા

- Advertisement -
Share

ભારત-પાકિસ્તાન સરહદે આવેલા વાવ તાલુકાના રાધાનેસડા ગામે સોલાર પ્લાન્ટમાં અજાણ્યા શખ્સો સોલાર પ્લેટો, બેટરીઓ અને વાયરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. માવસરી પોલીસે ટીમ બનાવી રૂ. 9.57 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

[google_ad]

બની રહેલા સોલાર પ્લાન્ટમાં ટાટા કંપનીના બ્લોક જી અને બીમાંથી ત્યાં મજૂરી કરતાં શખ્સ સાથે સંકળાયેલા શખ્સોએ 36 સોલાર પ્લેટો, 6 એમ.એમ.નો 1600 મીટર વાયર અને પાંચ બેટરીઓ મળી કુલ રૂ. 3,57,000 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

[google_ad]

રાધાનેસડામાં સોલાર પ્લાન્ટમાં ચોરી કરતાં પાંચ શખ્સો

 

જેને લઇ સિક્યુરીટી સુપરવાઇઝર ગોવિંદસિંહ ગણપતસિંહે માવસરી પોલીસ મથકે લેખિત જાણ કરતાં માવસરી પી.એસ.આઇ. એન.કે.પટેલે સ્પેશિયલ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે ગુરૂવારે જશવંતસિંહ રાજપૂતને મળેલ બાતમીના આધારે માવસરી પોલીસે પાંચ શખ્સોને ઝડપી તેમની પાસેથી સોલાર પ્લેટો, બેટરી અને વાયર સાથે ચોરી કરવાના વાહન સાથે રૂ. 9.57 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

[google_ad]

Advt

 

ઝડપાયેલા શખ્સો
વિજયસિંહ ઉર્ફે રણજીતસિંહ સૂર્યપાલસિંહ રાજાવત (હાલ રહે. બી બેક મજૂરી કોલોની રાધાનેસડા, મૂળ રહે.ગોસાઇ, ઉત્તરપ્રદેશ)
પ્રકાશભાઇ વિહાભાઇ સોલંકી (અ.જા.) (રહે. કુંડાળીયા, તા.વાવ)
અમરગીરી હરજીગીરી ગૌસ્વામી (રહે. કુંડાળીયા, તા.વાવ)
ભરતભાઇ જીવાભાઇ સોલંકી (વજીર) (રહે.કુંડાળીયા, તા.વાવ)
ભરતભાઇ ચમનાભાઇ વાગડીયા (અ.જા.) (રહે.મીઠાવીચારણ)

[google_ad]

 

From-Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!