બનાસકાંઠામાં આવતી કાલે યોજાશે મતદાન, આજે EVM સહિતની ચૂંટણી સામગ્રીની ફાળવણી કરવામાં આવી

- Advertisement -
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. જેમાં બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકો પર આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે. આવતીકાલે યોજાનારા મતદાન માટે આજે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ EVM સહિતની ચૂંટણી સામગ્રી લઈ મતદાન મથક પર જવા રવાના થયા હતા.

બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 3056 પોલીસ જવાનો અને 5440 હોમગાર્ડ જવાનો ખડેપગે રહેશે. આ ઉપરાંત ચૂંટણી કામગીરી માટે 2875 પ્રિસાઈડીંગ ઓફિસર, 2874 પોલિંગ ઓફિસર સહિત 19,962 કર્મચારીઓ ફરજ બજાવશે. EVM ડિસ્પેચીંગ સેન્ટરથી મતદાન મથકો સુધી ચૂંટણી સ્ટાફને લઈ જવા માટે 284 એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠકો પર ભાજપ, કૉંગ્રેસ, આપ અને અન્ય પક્ષો મળીને કુલ 75 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લામાં 2613 મતદાન મથકો પર 24 લાખ 90 હજાર 926 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!