બનાસકાંઠામાં 9 વિધાનસભા બેઠકના 24,280 વિકલાંગ મતદારો મતાધિકાર નિભાવશે

- Advertisement -
Share

306 સાથી સહાયકો મતદાન કરવામાં મદદ કરશે : સૌથી વધુ ધાનેરામાં 3,627, ઓછા પાલનપુરમાં 1,524 વિકલાંગ મતદારો

 

બનાસકાંઠા જીલ્લાની 9 વિધાનસભાની બેઠક માટે તા. 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જેમાં જીલ્લાના 24,280 વિકલાંગ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવી સરકાર બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે. આ વિકલાંગ મતદારો માટે ચૂંટણી અને વહીવટી તંત્ર દ્વારા અલગથી વિશેષ વ્યવસ્થા કરાઇ છે.
બનાસકાંઠા જીલ્લામાં તા. 5 ડિસેમ્બરે યોજાનાર મતદાનમાં જીલ્લાના વિકલાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે. જીલ્લાની 9 વિધાનસભા બેઠકમાં કુલ 24,280 વિકલાંગ મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધારે ધાનેરામાં 3,627 અને સૌથી ઓછા પાલનપુર બેઠકમાં 1,524 મતદારો છે.

 

આ અંગે મદદનીશ નોડલ અધિકારી અને બનાસકાંઠા સમાજ સુરક્ષા અધિકારી એમ. કે. જોષીએ જણાવ્યું હતું કે, ‘199 ઉપલબ્ધ વ્હીલ ચેર પૈકી 137 વ્હીલ ચેર ઉપર 683 દિવ્યાંગ મતદાતાઓને વ્હીલ ચેરની
સુવિધા પુરી પાડવામાં આવશે. જયારે જીલ્લાની 71 આર.બી. એસ.કે.ની ટીમોના વાહન મારફતે જો કોઇ દિવ્યાંગ વાહનની માંગણી કરશે તો વાહનની વ્યવસ્થા પુરી પડાશે.

 

દિવ્યાંગો માટે ચૂંટણી પંચના કંટ્રોલ રૂમ નં. 1950 ના માધ્યમથી 02 સ્પેશ્યલ એજયુકેટર મારફતે તેમના કોઇ પ્રશ્ન હશે તો નિકાલ કરાશે. જયારે બહેરા-મૂંગા મતદાતાઓ માટે સાઇન લેન્ગવેજ ઇન્ટરપીટર દ્વારા વિડીયો કોલિંગ દ્વારા પ્રશ્નો હલ કરવામાં આવશે.’
વાવમાં ગંભીરપુરા, થરાદ, ધાનેરા, દાંતા તાલુકાના હરીગઢ, વડગામ તાલુકાના ધનપુરા, પાલનપુર, ડીસા અને કાંકરેજ તાલુકાના રતનપુરા (શિહોરી) માં અલગથી વિકલાંગ મતદાન બૂથ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં 199 વ્હીલ ચેર ઉપર 306 સાથી સહાયકો મદદ કરશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!