બનાસકાંઠામાં એક જ દિવસમાં લમ્પી વાયરસના કહેર વચ્ચે 327 નવા કેસ નોંધાયા : 12 પશુઓના મોત

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાના 9 તાલુકાના 253 ગામોમાં લમ્પી વાયરસ પ્રસર્યો

 

બનાસકાંઠા જીલ્લામાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં કુલ જીલ્લાના 9 તાલુકા લમ્પી વાયરસની ઝપેટમાં આવ્યા છે.

વધતાં જતાં લમ્પી વાયરસના કહેર વચ્ચે સોમવારે 327 જેટલાં પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જેમાં 12 જેટલાં પશુઓના મોત નિપજ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં કુલ 253 ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસની અસર દેખાઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં લમ્પી વાયરસ પશુઓમાં જોવા મળતાં વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં સોમવારે નવા 327 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે.

 

જેમાં 12 જેટલાં પશુઓના મોત નિપજ્યા છે. જોકે, જીલ્લાના કુલ 9 તાલુકાઓમાં પશુ ઉપર લમ્પી વાયરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જીલ્લાના 253 ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસ અસર થઇ છે.

 

કુલ 2,852 પશુઓને લમ્પી વાયરસની અસર જોવા મળી છે. જેમાં અત્યાર સુધી 63 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધતા જતાં લમ્પી વાયરસના કહેર વચ્ચે વહીવટી તંત્રએ ટીમોને વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!