ડીસાના ભડથ નજીક બાઇક સ્લીપ ખાતાં યુવક ગંભીર

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા

 

ડીસા તાલુકાના ભડથ ગામ નજીક આવેલ ડેરી રોડ પર વળાંકમાં શુક્રવારે ગાડી વચ્ચે આવી જતાં બાઇક સ્લીપ ખાઇ ગયું હતું. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે રોજેરોજ અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે.

 

વારંવાર સર્જાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે અનેક લોકો મોતને ભેટ્યા છે.

 

જયારે ડીસા તાલુકામાં આજે જાણે અકસ્માતનો દિવસ હોય તેમ એક બાદ એક અનેક અકસ્માતો સામે આવ્યા હતા.

 

જેમાં ડીસા તાલુકાના ભડથ ગામ નજીક આવેલ ડેરી રોડ પર વળાંકમાં શુક્રવારે અચાનક ગાડી સામે આવી જતાં બાઇક પર સવાર સુરેશભાઇ ચૌધરી સ્લીપ ખાઇ ગયા હતા.

 

બાઇક સ્લીપ ખાતાંની સાથે જ બાઇક પર સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
જયારે તાત્કાલીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે 108 વાન એમ્બ્યુલન્સની મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!