પાલનપુરમાં 3 ફાયનાન્સ કંપનીએ 70 રોકાણકારોને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતાં ચકચાર

- Advertisement -
Share

લાલચ આપીને રીકરીંગ અને ફીક્સ ડીપોઝીટ દ્વારા નાણાંનું રોકાણ કરાવી ઓફીસ બંધ કરી નાણાં પરત ન આપ્યા, પોલીસ દ્વારા નિવેદનની કાર્યવાહી

 

પાલનપુરમાં પિયર્સ ઇન્ડીયા કોર્પોરેશન લિ. કંપની, નૈક્ષજેન કિસાન પ્રા.લિ. અને મનિષા મોટર્સ જનરલ ફાયનાન્સના આરોપીઓએ રોકાણકારોને રીકરીંગ અને ફીક્સ ડીપોઝીટ દ્વારા નાણાનું રોકાણ કરાવ્યું હતું.

પરંતુ રૂપિયા પરત ન આપી ઓફીસ બંધ કરી દેતાં આરોપીઓ વિરૂધ્ધ રોકાણકારો નિવેદન લખાવી શકશે તેમ પશ્ચિમ પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર શહેર પશ્ચિમના પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.પટેલે જણાવ્યું હતું કે, ‘પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે પિયર્સ ઇન્ડીયા કોર્પોરેશન લીમીટેડ કંપની, નૈક્ષજેન કિસાન પ્રા.

 

લીમીટેડ અને મનિષા મોટર્સ જનરલ ફાયનાન્સમાં આરોપીઓ દ્વારા રોકાણકારો (ભોગ બનનાર) નાઓને લોભ લાલચ આપી રીકરીંગ અને ફીક્સ ડીપોઝીટ દ્વારા નાણાંનું રોકાણ કરાવ્યું હતું.

 

ત્યારબાદ સને-2016 માં પોતાની ઓફીસ બંધ કરી રોકાણકારોના નાણાં પરત ન આપી રોકાણકર્તાઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. જે બાબતે 70 જેટલાં ભોગ બનનારના નિવેદનો લેવામાં આવેલ છે.

 

પિયર્સ ઇન્ડીયા કોર્પોરેશન લિ. કંપની, નૈક્ષજેન કિસાન પ્રા. લિ. અને મનિષા મોટર્સ જનરલ ફાયનાન્સ સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં ઇ.પી.કો. કલમ-406, 420, 114 અને જી.પી.આઇ.ડી.કલમ-3, 4 મુજબ ગુનો નોંધાયો છે.

 

આ ત્રણેય કંપનીઓ દ્વારા લોકો પાસેથી નાણાંનું રોકાણ કરાવી તેમને નાણાં પરત ન આપી અંદાજીત રૂ. 40,00,000 ઉપરાંતની રકમની છેતરપિંડી આચરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.’
આ ગુનાના કામે પોતાનું નિવેદન લખાવવાનું બાકીમાં હોય તેવા ભોગ બનનારને પશ્વિમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાનુ નિવેદન લખાવી જવા જણાવ્યું છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!