જિલ્લામાં વેક્સિનેશનની ઝડપી પ્રકિયા માટે 35 ગુજરાત એન.સી.સી બટાલીયના 15 વિધાર્થીઓ સેવામાં ખડેપગ

- Advertisement -
Share

કોરોનાને હરાવવા દરેક નાગરિકોએ વેક્સિન લેવી જરૂરી છે. ગઇકાલથી રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશના શરૂ થઈ છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓમાં 140 જેટલાં સેન્ટરો પર આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સ્થળો પર જઇને નાગરિકો કોરોના રસી લઇ પોતાની જાત અને પરિવારને સુરક્ષિત કરી શકે છે.

 

કોરોના સામેનો જંગ જીતવા અને કોરોનાને દેશવટો આપવા દરેક નાગરિકોએ રસી મુકાવવી અનિવાર્યપણે જરૂરી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટેનો એકમાત્ર અકસીર સમાન ઉપાય રસીકરણ જ છે. કોરોનાના કપરા સમયમાં કોલેજમાં અભ્યાસ કરતાં એન.સી.સી.ના વિધાર્થીઓ સમાજ માટે પ્રેરક અને પ્રતિબદ્ધતા દર્શાવી સેવામાં જોતરાયા છે. તેઓ નિ:સ્વાર્થભાવે સેવાકાર્ય કરી સ્વયંમસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

 

 

 

બનાસકાંઠા જિલ્લામાં એન.સી.સી. દ્વારા સેવાનું ફરી એક બીડું ઝડપ્યું છે. ડાયરેક્ટર ઓફ જનરલ એન.સી.સી. ગુજરાતની મંજૂરીથી હવે બનાસકાંઠાના જિલ્લાના પાલનપુર, દાંતીવાડા અને ડીસા તાલુકામાં જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના મુજબ 35 ગુજરાત બટાલીયન એન.સી.સી.ના 15 વિધાર્થીઓ 18 થી 45 વયજૂથના રસીકરણ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં વેક્સિનેશનની રજીસ્ટ્રેશન પ્રક્રિયા, રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ વેક્સિનની પ્રક્રિયા ઝડપી અને આયોજનબધ્ધ બનાવવા જિલ્લાના આરોગ્ય તંત્રને સપૂર્ણ રીતે મદદ રૂપ થઈ રહ્યાં છે.

 

એન.સી.સી.ના વિધાર્થીઓ એક મહિના સુધી આ સેવા કાર્ય પોતાની સેવા આપશે. આ સેવાકાર્ય બદલ બનાસકાંઠા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ.એમ.દેવ એન.સી.સી. વિધાર્થીઓના કાર્યની હકારાત્મક નોંધ લઇ ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. તેમ 35 ગુજરાત એન.સી.સી બટાલિયનના હેડ મુકેશભાઈ જોષીએ જણાવ્યું છે.

 

From -Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!