બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ગઢમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કારતુસ સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પિસ્તોલ અને 2 જીવતા કારતુસ સહીત કુલ રૂ. 10,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે શનિવારે ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કારતુસ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.
એલ.સી.બી. પોલીસે કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ગઢ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે શનિવારે ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

 

તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે, સામઢી ગામથી ગઢ તરફ જતાં રોડઉપર એક શખ્સ જેને સફેદ કલરની ટી-શર્ટ અને બ્લેક ક્લન ટ્રેક પહેરેલ શખ્સ તેના ટ્રેકની કાંટમાં કોઇ શંકાસ્પદ વસ્તુ રાખી સામઢીથી

 

ગઢ તરફ જતાં રોડ ઉપર જાય છે. જે હકીકત આધારે એલ.સી.બી. પોલીસ સામઢી ગામની સીમ ગઢ તરફ જતાં રોડ ઉપરથી નરેશસિંહ સોલંકી (રહે. સામઢી મોટાવાસ, તા. પાલનપુર) વાળાના જાત કબ્જામાં

 

ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કારતુસ સહીત કુલ રૂ. 10,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

 

જયારે દેશી પિસ્તોલ આપનાર ઇમરાન ઉર્ફે ભુરો ઇલીયાસભાઇ સિંધી (રહે. નાની બજાર, જૂના ડાયરા, બાવાની મસ્જીદ સામે, પાલનપુર) ની સામે ગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!