સુઈગામની માઇનોર-2 કેનાલ ઓવરફલો થતા 2 એકર એરંડાના પાકમાં પાણી ભરાયાં

- Advertisement -
Share

મોરવાડા માઇનોર-2 કેનાલમાં શનિવારે રાત્રીના સમયે વધુ પાણી છોડી દેવાતાં કેનાલ ઓવરફલો થઇ હતી અને પાણી બાજુમાં ખેડૂતના 2 એકર એરંડાના ઉભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.

 

સુઇગામ તાલુકાની મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી મોરવાડા માઇનોર-2 કેનાલમાં શનિવારની રાત્રીના સમયે વધુ પાણી છોડી દેવાના કારણે મોરવાડાના ખેડૂત શંકરભાઇ દેવસીભાઈ પ્રજાપતિના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. બે એકર જેટલા એરંડાના ઉભા પાકમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા ખેડૂત પરિવાર બેબાકળો બની ગયો હતો.

ખેતરના આગળના ભાગે સાયફન છે. જેના લીધે કેનાલનું પાણી ફોર્સથી આગળ જતું ન હોઇ અને કેનાલ સાઈડમાં પ્રોટેક્શન વોલ ના હોવાના કારણે વારંવાર આ ખેડૂતના ખેતરમાં કેનાલ ઉભરાઇ જાય છે. જેને લઈ હરવર્ષ ખેડૂતના ખેતીપાકોને નુકશાન થાય છે.

 

પ્રોટેક્શન વોલ માટે અને કેનાલની બન્ને સાઈડમાં માટી નાખવા માટે પણ ખેડૂતે વારંવાર નર્મદાના જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક અને મૌખિક રજુઆતો કરી છે તેમ છતાં નર્મદા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરાતાં ખેડૂતને વારંવાર નુકશાન સહન કરવું પડે છે. જેને લઈ ખેડૂત પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!