ડીસાના ઢુવામાં જમીન પચાવી પાડવા મામલે ખેડૂતના પરિવાર પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

ગેરકાયદેસર મંડળી રચી ખેડૂતના ઉભા પાકમાં ટ્રેકટર ફેરવી માર મારતાં 11 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

 

ડીસાના ઢુવા ગામમાં રહેતાં પોપટભાઇ નાગજીભાઇ પ્રજાપતિ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ઢુવા ગામમાં તેમની જૂના સર્વે નં. 209 પૈકી (1) નવો સર્વે નં. 370 આવેલી છે.
જેઓ ગત તા. 30/06/2022 ના રોજ પોતાની પત્ની અને દીકરીઓ સાથે મળી ખેતરમાં આવી મગફળીના 6 કટ્ટાનું વાવેતર કરતા હતા અને બપોરના સુમારે ચા-પાણી કરી ઢાળીયામાં હતા.
તે દરમિયાન ઢુવા ગામના વરસંગજી કાળુજી ઠાકોર, વિપુલજી રમેશજી ઠાકોર, સરદારજી જવાનજી ઠાકોર, કીર્તિજી વરસંગજી ઠાકોર, પ્રકાશજી વરસંગજી ઠાકોર, દશરથજી વરસંગજી ઠાકોર, પ્રવિણજી સરદારજી

 

ઠાકોર, નિકેશજી સરદારજી ઠાકોર, કમળાબેન જવાનજી ઠાકોર, રમીલાબેન વરસંગજી ઠાકોર અને લીલાબેન સરદારજી ઠાકોરે ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી અને ધોકા લઇ ટ્રેકટર સાથે ખેતરમાં પ્રવેશ કર્યો હતો.
અને પોપટભાઇના વાવેતર કરેલ મગફળીમાં ખેતરમાં ટ્રેકટર ફેરવવા લાગ્યા હતા. જો કે, તે દરમિયાન પોપટભાઇના પત્નીએ રોકવા જતાં આ તમામ લોકોએ કહેલ કે, આ જમીન અમારી છે.
અહીં કેમ ખેતી કરો છો તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા અને કેમ અહીંયા આવ્યો છો તેમ કહી લાકડી અને ધોકા વડે હુમલો કરી પોપટભાઇના પત્ની તેમની દીકરીઓને ધોકા વડે માર મારવા લાગ્યા હતા.
અને હુમલાને પગલે બૂમાબૂમ કરતાં બાજુમાં રહેતાં પોપટભાઇના પિતા નાગજીભાઇ અને પોપટભાઇ ત્યાં દોડી આવ્યા હતા અને પોપટભાઇની પત્ની અને તેમની દીકરીઓને મારમાંથી છોડાવ્યા હતા.
જો કે, જતાં જતાં આ તમામ લોકો પોપટભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. જો કે, ત્યારબાદ પોપટભાઇ, તેમની પત્ની અને દીકરીઓને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી હતી.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે વરસંગજી કાળુજી ઠાકોર, વિપુલજી રમેશજી ઠાકોર, સરદારજી જવાનજી ઠાકોર, કીર્તિજી વરસંગજી ઠાકોર, પ્રકાશજી વરસંગજી ઠાકોર, દશરથજી વરસંગજી ઠાકોર,
પ્રવિણજી સરદારજી ઠાકોર, નિકેશજી સરદારજી ઠાકોર, કમળાબેન જવાનજી ઠાકોર, રમીલાબેન વરસંગજી ઠાકોર અને લીલાબેન સરદારજી ઠાકોર (તમામ રહે. ઢુવા) વાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!