બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પોલીસ તંત્ર એલર્ટ : દારૂ અને સવા 2 કિલો સોનું ઝડપ્યું

- Advertisement -
Share

46,369 વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂ. 1,43,34,100 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા જીલ્લામાં આગામી તા. 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને ચૂંટણી પ્રક્રીયા દરમિયાન શાંતિનો ભંગ થાય નહી તે માટે જીલ્લા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.

પોલીસ મહા નિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ કચ્છ-ભૂજ અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા-બનાસકાંઠાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ચૂસ્ત

 

અમલીકરણ માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના પગલે પોલીસે જીલ્લામાંથી 2.29 કિલો સોનું કિંમત રૂ. 99,42,000 અને 46,369 વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂ. 1,43,34,100 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લો સરહદી વિસ્તાર હોવાથી જીલ્લાની તમામ ચેકપોસ્ટ પર અને હાઇવે માર્ગો પર વાહનોનું સઘન ચેકીંગ અને તપાસ કરવામાં આવી રહી છે.
જીલ્લામાં શાંતિ, સલામતી અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
તમામ પ્રકારની સુરક્ષાની ચોકસાઇ માટે જીલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ છાવણી લગાવી દેવામાં આવી છે. જયારે તમામ ગાડીઓની વાહનની એન્ટ્રી અને કોઇપણ પ્રકારની ગેરકાયદેસર ચીજવસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં એન્ટર ન થાય તેના માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

 

તા. 3 નવેમ્બરથી તા. 17 નવેમ્બર દરમિયાન જીલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રોહીબીશન, વાહન ડીટેઇન અને જાહેરનામા ભંગ સહીતના ગુનાઓ અંગેની કામગીરી કરવામાં આવી છે. જે મુજબ ચેકપોસ્ટ પરની કામગીરી અંતર્ગત 203 વાહનો ડીટેઇન કર્યાં છે.

 

દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતાં 109 શખ્સો ઝડપાયા છે. જ્યારે ચેકપોસ્ટ પર દારૂના 15 કેસ કરીને રૂ. 1,03,79,683 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે ચેકપોસ્ટ પરથી એક નાસતા-ફરતા આરોપીની પણ અટકાયત કરાઇ છે.

 

તા. 3 થી તા. 17 નવેમ્બર દરમિયાન વિદેશી દારૂની બોટલ કુલ 46,369 નંગ બોટલો સાથે કિંમત રૂ. 1,43,34,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે કુલ 4 હથિયારો જપ્ત કર્યાં છે.

 

ગુજરાત રાજ્ય અને જીલ્લાના 25 તેમજ બહારના રાજ્યના 9 મળી કુલ 34 નાસતા-ફરતા આરોપીઓની અટકાયત કરાઇ છે. ચૂંટણી લક્ષી કામગીરી અન્વયે જીલ્લા પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

 

ત્યારે તા. 17 નવેમ્બરના રોજ રૂ. 99,42,000 ની કિંમતનું 2.29 કિલો સોનું જપ્ત કર્યું છે. જયારે જીલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રીયા દરમિયાન શાંતિ, સલામતી અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ચૂંટણી આચારસંહીતાનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે તેમ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!