થરાદ નગરપાલિકા દ્વારા જાહેર જગ્યા પર દબાણમાં મૂકાયેલું કન્ટેનર સીલ કર્યું

- Advertisement -
Share

નગરપાલિકાએ માલિકને 5 દિવસમાં પૂરાવા રજૂ કરવાની નોટીસ ફટકારી

 

થરાદ નગરપાલિકાએ 2 વખત નોટીસ આપવા છતાં પણ જાહેર જગ્યા પર દબાણ કરીને મોટું કન્ટેનર મૂકનાર વ્યક્તિએ તેને ચાલુ કરી દીધું હતું.
આથી મંગળવારે નગરપાલિકાએ ફરી વખત તેને સીલ કરી 5 દિવસમાં પૂરાવા રજૂ કરવાની નોટીસ ફટકારી હતી. અન્યથા તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટીસ પણ આપી હતી.
નગરપાલિકા દ્વારા કોંગ્રેસ કાર્યાલય જવાના રસ્તા પર ટેલીફોન એક્સચેન્જ સામે સરકારી જગ્યામાં આવેલ ખુલ્લા રસ્તા પૈકીની જમીનમાં ઠાકરશીભાઇ લગધીરભાઇ મકવાણા દ્વારા કોઇપણ જાતની પરવાનગી સિવાય ગેરકાયદે રીતે લોખંડનું મોટું કેબીન રસ્તા પર મૂકીને દબાણ કર્યું હતું.

 

આ બાબત નગરપાલિકાના ધ્યાનમાં આવતાં તા. 13 નવેમ્બરના રોજ નોટીસ આપીને જગ્યાની માલિકીના આધાર પૂરાવા સાથે રૂબરૂ હાજર રહેવા અથવા 24 કલાકમાં દબાણ ખુલ્લુ કરી કરવાની અને કન્ટેનર હટાવી લેવાની સુચના અપાઇ હતી.

 

પરંતુ તેમના દ્વારા કોઇ પણ આધાર પૂરાવા રજૂ કર્યાં ન હતા. જયારે સ્થળ પણ ખુલ્લુ કરવામાં આવ્યું ન હતું કે કેબીન પણ ત્યાંથી લઇ જવાયું ન હતું.

 

ઉલ્ટાનું નગરપાલિકાની નોટીસ આપવા છતાં તેની ઐસી કી તૈસી કરીને પછીના જ દિવસે કન્ટેનર ચાલુ કરી તેમાં બેસીને જે ઉદ્દેશ માટે તે મૂકાયું હતું તેની કામગીરી પણ હાથ ધરાઇ હતી.
જોકે 2-2 વખત નોટીસની કાર્યવાહી બાદ આખરે નગરપાલિકાની ટીમ દ્વારા મંગળવારે સાંજે સ્થળ પર જઇને કન્ટેનર સીલ કરી દેવામાં આવ્યું હતું.
જયારે ચીફ ઓફીસર દ્વારા તા. 20 નવેમ્બર-2022 સુધીમાં આધાર પૂરાવા રજૂ કરવા અથવા તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 ની જોગવાઇ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશેના હુકમની ચિમકી આપતી નોટીસ પણ ચીપકાવવામાં આવી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!