પાલનપુરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓએ દિવાળીના પર્વ માટે 6,000 જેટલાં રંગબેરંગી દીવડાઓ બનાવ્યા

- Advertisement -
Share

દિવ્યાંગ બાળકોએ દિવાળીના રંગબેરંગી દીવડા બનાવી અંધકારથી ઉજાલાનો નવો મેસેજ લોકોને આપ્યો છે

પોતાની જીંદગીમાં અંધકાર છે પણ બીજાને રોશની આપીએ. પાલનપુરની વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિરના દિવ્યાંગ બાળકોએ દિવાળીના રંગબેરંગી દીવડા બનાવી અંધકારથી ઉજાલાનો નવો મેસેજ લોકોને આપ્યો છે. દિવ્યાંગ બાળકોએ 6,000 જેટલાં દીવડા બનાવ્યા છે.

મુકબધીર, બ્લાઇન્ડ અને મંદબુદ્ધીના બાળકોનો 6,000 દીવડા બનાવી પગભર બનવાનો પ્રયાસ પાલનપુરની વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિરના દિવ્યાંગ બાળકોએ કરી બતાવ્યો છે.

દિવાળીના રંગબેરંગી દીવડા બનાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં આ બાળકોએ રંગબેરંગી વિવિધ આકારના દીવડા બનાવ્યા હતા.

 

પાલનપુરની વિવિધલક્ષી વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિરના દિવ્યાંગ બાળકો વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરતાં હોય છે. જેમાં રક્ષાબંધન પર રાખડી અને દરેક તહેવાર પર અવનવી પ્રવૃતિઓ કરતાં હોય છે.
ત્યારે દિવાળી નજીક આવતાં મંદબુદ્ધી, બ્લાઇન્ડ અને મુકબધીર બાળકોએ રંગબેરંગી અને વિવિધ ડીઝાઇનના દીવડા બનાવી અને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને લોકોએ બાળકોને દીવડા ખરીદી અને પ્રોત્સાહીત કર્યાં હતા.

 

શાળાના બાળકો છે. જેમાં કોઇ દેખી શક્તું નથી તો કોઇ બોલી શકતું નથી. કોઇ સાંભળી શક્તું નથી. આ દિવ્યાંગ બાળકોએ પોતાની શક્તિ પ્રમાણે એક એવું કામ કરી રહ્યા છે. જે બીજાના ઘરોમાં રોશની આપશે. આ દિવ્યાંગ બાળકો દીવડા બનાવી રહ્યા છે.
અવનવા દીવડા બનાવી તેમાં કલર કામ પૂરી તેનું વેચાણ કરી રહ્યા છે. જે રૂપિયા આવશે તે બધા બાળકોને આપવામાં આવે છે. વર્ષોથી પરંપરા રહેલી છે દીવાળી સમયે લોકો પોતાના ઘરે દીવા પ્રગટાવતાં હોય છે.

 

શાળામાં અભ્યાસ કરતાં આ બાળકો જાત મહેનતથી પોતાના પગ પર ઉભા થઇ શકે પોતાનું જીવન આત્મનિર્ભર બની જીવી શકે તે માટે શાળાના આચાર્ય સહીત શિક્ષકો પણ આ બાળકોના સ્કીલ ડેવલપમેન્ટ માટે મહેનત કરી રહ્યા છે.
શિક્ષકોનું કહેવું છે કે, આ બાળકોને કુદરતે જે શક્તિ આપી છે તે પ્રમાણે તેઓ અભ્યાસની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધી રહ્યા છે.

 

અમારા આ મમતા મંદિરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાથે ટ્રેનિંગ તાલીમ આપીએ છીએ. જેથી તેઓ જીવનમાં પગ પર ઉભા થઇ શકે. દર વર્ષે રક્ષાબંધન હોઇ તો રાખડીઓ બનાવીએ છીએ અને વહેંચીએ છીએ.

 

દિવાળી આવે ત્યારે અમે દીવડાઓ બનાવીએ છીએ. આ દીવડાઓ અમારા નેત્રહીન વિદ્યાર્થીનીઓ મુકબધીર વિદ્યાર્થીનીઓ બનાવે છે.
આ તમામ દીવડાઓનું વેચાણ અમે કરીએ છીએ. ચાલુ વર્ષે લગભગ 6,000 જેટલાં દીવડા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ બનાવ્યા છે. અમારો મુખ્ય આશય એ છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પગભર થઇ શકે.

 

આ અંગે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની ગંગાબેને જણાવ્યું હતું કે, ‘આ ઉદ્યોગનો ક્લાસ છે. આ ક્લાસમાં અમને દીવડા બનાવતાં શિખવાડે છે. અમારી આંખોમાં રોશની નથી તોય અમે દીવડા બનાવતાં શીખીએ છીએ. અમે 6,000 જેટલાં દીવડા બનાવ્યા છે.’

 

આ અંગે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની હની પંચાલે જણાવ્યું હતું કે, ‘હું મમતા મંદિરમાં ભણું છું. આ અમારા ઉદ્યોગનો ક્લાસ છે. અહીંયા અમને દિવા બનાવતાં શિખવાડે છે. અમે 6,000 જેટલાં દીવા બનાવ્યા છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!