અંબાજી નજીક ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ મોડમાં : છાપરી સરહદ અને જાંબુડી ચેકપોસ્ટમાં સઘન ચેકીંગ હાથ ધરાયું

- Advertisement -
Share

ડી.વાય.એસ.પી.એ બંને ચેકપોસ્ટની મુલાકાત લીધી

 

અંબાજી નજીક આવેલી બંને આંતરરાજ્ય ચેકપોસ્ટો પર વિધાનસભા ચૂંટણીને લઇ સુરક્ષા વધારવામાં આવી છે. ત્યારે પોલીસે પણ સઘન ચેકીંગ હાથ ધર્યું છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જ્યારે ગણતરીના દિવસો બાદ વિધાનસભા ચૂંટણીનો મહાપર્વ યોજાશે.

વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ગેરકાયદેસર ચીજ વસ્તુઓની ઘોષણખોરી ન થાય તેને લઇ ચેકપોસ્ટો પર પોલીસ જવાનોને એલર્ટ કર્યાં છે.

આ અંગેની વિગત એવી છે કે, અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેકપોસ્ટ અને જાંબુડી ચેકપોસ્ટમાં અંબાજી પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે.

 

જ્યારે ગુજરાતમાં પ્રવેશતાં તમામ વાહનોનું સઘન ચેકીંગ પણ કરી રહ્યા છે. જ્યારે ડી.વાય.એસ.પી. જે.જે ગામીતે અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેકપોસ્ટ અને જાંબુડી ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી.

 

ગુજરાતમાં પ્રવેશતાં તમામ વાહનોનું ઝીણવટપૂર્વક અને બારીકાઇથી ચેકીંગ કરવા પણ પોલીસને સુચના અપાઇ હતી.

 

ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ગેરકાયદેસર ચીજ વસ્તુની ઘોષણખોરી ન થાય તેને લઇ ડી.વાય.એસ.પી. દ્વારા તમામ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવી રહેલા પોલીસ જવાનોને સઘન ચેકીંગ કરવા પણ સુચના અપાઇ હતી.

 

 

From-Banaskantha  update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!