રાણપુરમાં છેલ્લા ચાર માસથી ભર ઉનાળે પીવાના પાણીથી ગ્રામજનોમાં રોષ

- Advertisement -
Share

દાંતાના સરપંચ છેલ્લા ચાર માસથી મુલાકાતે આવ્યા નથી: ગ્રામજનોના આક્ષેપ

દાંતા તાલુકાના રાણપુર ગામના સેબલીયા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની તંગી સર્જાતાં ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ભભૂકી ઉઠી છે. ત્યારે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરાઇ હોવા છતાં પણ પાણીની સમસ્યા છેલ્લા ચાર માસથી હલ થતી નથી. જ્યારે ૨૦૦ કરતાં વધુ ઘરોના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. જેથી ગ્રામજનોને દરરોજ ૨ થી ૩ કિલોમીટર દૂર ચાલીને પાણી લાવવું પડે છે. જ્યારે પાણીની સમસ્યા દૂર કરાવે તેવી સરકાર પાસે ગ્રામજનોએ માંગ કરી છે.

 

આઝાદી બાદ પણ ગંભીર સમસ્યા પાણી માટે તરસતું દાંતા તાલુકાના રાણપુર ગામના સેબલીયા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની વિકટ પરિÂસ્થતિ સર્જાતાં ગ્રામજનોમાં ભારે રોષની લાગણી સાથે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે રોડ, પાણી અને પ્રાથમિક જરૂરીયાતનો મોટો અભાવ જાવા મળ્યો છે. ત્યારે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ પાણીની સમસ્યા જે સે પરિÂસ્થતિ સર્જાઇ છે.

છેલ્લા ચાર માસથી પાણીની સમસ્યાનું નિવારણ આવતું નથી. જ્યારે ૨૦૦ કરતાં વધુ ઘરોના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. જેથી દરરોજ ગામની બહેનો અને બાળકીઓને દૂર-દૂર સુધી ભટકી પાણી લાવવું પડે છે. જ્યારે પાણીની સમસ્યા દૂર કરાવે તેવી સરકાર પાસે ગ્રામજનોએ માંગ કરી છે. જ્યારે છેલ્લા ચાર માસથી સરપંચ પણ ફરકતાં નથી અને અમારી પાણીની સમસ્યાનું નિવારણ પણ લાવતાં નથી. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવે ત્યારે હોંશે હોંશે ગ્રામજનો પાસેથી વોટ મેળવી સરપંચનો હોદ્દો મેળવી તેનો ઉપયોગ કરે છે. જ્યારે ધારાસભ્ય પણ વોટ લેવા આવે છે તે બાદ ક્યારેય ફરકતાં નથી.

 

 

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા ચાર માસથી પાણીની સમસ્યાનું નિવારણ આવતું નથી. જ્યારે ૨૦૦ કરતાં વધુ ઘરોના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. જેથી દરરોજ ગામની બહેનો અને બાળકીઓને દૂર-દૂર સુધી ભટકી પાણી લાવવું પડે છે. જ્યારે છેલ્લા ચાર માસથી સરપંચ પણ ફરકતાં નથી અને અમારી પાણીની સમસ્યાનું નિવારણ પણ લાવતાં નથી. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવે ત્યારે હોંશે હોંશે ગ્રામજનો પાસેથી વોટ મેળવી સરપંચનો હોદ્દો મેળવી તેનો ઉપયોગ કરે છે. જ્યારે ધારાસભ્ય પણ વોટ લેવા આવે છે તે બાદ ક્યારેય ફરકતાં નથી. જ્યારે પાણીની સમસ્યા દૂર કરાવે તેવી સરકાર પાસે ગ્રામજનોએ માંગ કરી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!