થરાદની મુખ્ય નર્મદા નહેર સફાઇના નામે શૂન્ય : સરદાર સરોવર નિગમ દ્વારા પાણી બંધ કરી 12 માં દિવસે પાણી છોડાયું

- Advertisement -
Share

નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મીલી ભગતથી ગેરરીતીઓ આચરી સરકારની તિજોરીના સૂફડા સાફ કરવામાં આવી રહ્યા છે

 

થરાદ પંથકમાંથી રાજસ્થાન તરફ પસાર થતી સરદાર સરોવર મુખ્ય નર્મદા નહેરમાં સફાઇ કરવાની થતી હોઇ અને બીજી બાજુ રીફાઇનરી ભરીને આવતું વાહન પસાર કરવાના કારણે તા. 2 ઓગસ્ટના રોજ મુખ્ય નહેરમાં પાણી બંધ કરાયું હતું.

જેને લઇને શહેરી વિસ્તાર અને ગ્રામિણ વિસ્તારોમાં પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો.

જેમાં કેટલીક તકલીફો વેઠવી પડી હતી. ત્યારે મુખ્ય નર્મદા નહેરમાં પાણી બંધ હોવાના કારણે તળીયે ગંદકીના થર જોવા મળતાં નજીકથી પસાર થતાં મુખ્ય નર્મદા નહેર દુર્ગંધ મારી રહી હતી.

તેવા સમયે નર્મદા વિભાગ દ્વારા માત્ર બાળ મજૂરો અને મહીલાઓ સહીત પુરુષ મજૂર વર્ગને નર્મદા નહેરમાં ઉતારી સફાઇની કામગીરી કરવાનો માત્ર દેખાવો કર્યો હતો.

અંતે સફાઇ નહી શકતાં તા. 14 ઓગસ્ટના રોજ પાણી છોડાયું હતું. જેથી નર્મદા વિભાગ સામે લોકોમાં આક્રોશ ભભૂક્યો છે.

નર્મદા વિભાગની કામગીરીમાં મોટા પ્રમાણમાં પહેલેથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જેમાં બાંધકામ હોય કે રીપેરીંગ કે પછી સફાઇ કામગીરી હોય બધી જ જગ્યાએ માત્રને માત્ર નર્મદા વિભાગના

 

અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મીલી ભગતથી ગેરરીતીઓ આચરી સરકારની તિજોરીના સૂફડા સાફ કરવામાં આવી રહ્યા છે. ડીસ્ટ્રીબ્યુટી હોય કે માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવતાંની સાથે ગાબડાં

 

પડવાનો સીલસીલો યથાવત રહેતો હોય છે. જેથી ખેડૂતોના ઉભા પાકો નિષ્ફળ જાય છે. અનેક ગેટમેનોના નામે પગાર ઉધારી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.
આથી રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચસ્તરેથી તપાસ થાય તો જ મલાઇ ખાતા નર્મદાના અધિકારીઓની પોલ ખુલી શકે તેમ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!