ધાનેરાના વાસણ ગામથી બે યુવકોનું અપહરણ અને લૂંટ કરનાર તેમજ રૂ. 15 લાખની ખંડણી માંગનાર છ શખ્સોને એલ.સી.બી. પોલીસ અને ધાનેરા પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના વાસણ ગામમાં બે યુવકોનું અપહરણ અને લૂંટ કરી તેમજ રૂ. 15 લાખની ખંડણી માંગનાર છ શખ્સો ફરાર થઇ ગયા હતા. જેમાં એલ.સી.બી. પોલીસ અને ધાનેરા પોલીસે દિલ ધડક ઓપરેશન કરી ગણતરીના કલાકોમાં જ છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં સોનાની ચેન, સોનાનું લોકેટ, મોબાઇલ ફોનો અને ગુનામાં વાપરેલ ગાડી સહીત કુલ રૂ. 6,00,000 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ અંગે ધાનેરા પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના વાસણ ગામમાં રહેતાં દિનકર મકવાણા અને વિજય ઉદેલનું છ શખ્સોએ અપહરણ અને લૂંટ કરી તેમજ રૂ. 15 લાખની ખંડણી માંગી ફરાર થઇ ગયા હતા.

[google_ad]

જેમાં બે અલગ-અલગ ટીમો બનાવી સ્થાનિક પોલીસની બે ટીમ અને એલ.સી.બી. પોલીસ તેમજ પાલનપુરના ટેકનીકલ સેલના માણસોના સંપર્કમાં રહી ખૂબ જ સતર્કતા અને હ્યુમન સેન્સ આધારે રાજસ્થાનના રાજ્યના રાણીવાડાના મૈત્રીવાડા ગામની ગુરૂકૃપા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાંથી પ્રતાપસિંહ રૂપજી દેવડા (રહે.ગોલા, તા.ધાનેરા, જી. બનાસકાંઠા), સુમેરસિંગ હુકમસિંહ રાજપૂત (રહે.ચારડા, તા.ધાનેરા, જી.બનાસકાંઠા), મનોહરસિંગ હડમતસિંગ ભાટી (રહે.કુશીપ, તા. સિવાણા, જી. બાડમેર, હાલ રહે.રાણીવાડા, ક્રિષ્ણા સ્વીટ નામની દુકાન, ભીનમાલ ફાટક પાસે, તા.રાણીવાડા, જી.જાલોર), રાજડ મહંમદઅલી રતનખાન સિંધી (રહે.ભોરડા, તા.આવર, જી.જાલોર), સોબસીંગ તનેસીંગ રાજપૂત (રહે. દૂધડા, તા. શિવ, જી.બાડમેર) અને જય રાજેશભાઇ નાગર (રહે. અમદાવાદ, રવિદીપ એપાર્ટમેન્ટ, હાટકેશ્વર, સી.ટી.એમ., અમદાવાદ) વાળાઓને ઝડપી લઇ લૂંટમાં ગયેલ સોનાની ચેન, સોનાનું લોકેટ, મોબાઇલ ફોનો અને ગુનામાં વાપરેલ ગાડી સહીત કુલ રૂ. 6,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

[google_ad]

Advt

આ અંગે ધાનેરા પોલીસે છ શખ્સોને જેલ હવાલે કર્યાં છે. જો કે, અગાઉ આવા કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની વધુ સઘન પૂછપરછ તપાસ હાથ ધરી છે. જ્યારે અપહરણ અને લૂંટ કરી તેમજ ખંડણી માંગનારના બનાવમાં પોલીસ દ્વારા ખૂબ સાવચેતી દાખવી ભોગ બનનાર બે યુવકોને કોઇ પ્રકારના નુકશાન વગર સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!