કંસારીના એક ખેતરમાંથી ડીસા તાલુકા પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો

- Advertisement -
Share

વિદેશી દારૂની કંપની શીલબંધ નાની-નાની બોટલ નંગ-112 રૂ. 11,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો

ડીસા તાલુકાના કંસારી ગામ નજીક ચૌધરી હોટલના પાછળના ભાગના એક ખેતરમાં એક શખ્સ વિદેશી દારૂ લાવી તેનું ખૂલ્લેઆમ વેચાણ કરે છે. તેવી બાતમી ડીસા તાલુકા પોલીસને મળતાં પોલીસની ટીમે રેડ કરી વિદેશી દારૂની કંપની શીલબંધ નાની-નાની બોટલ નંગ-112 કિંમત રૂ. 11,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે શખ્સ હાજર મળ્યો ન હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે…

 

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા.

 

Advt

 

ત્યારે પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરતાં ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના ઝેરડા આઉટ પોસ્ટ વિસ્તારમાં કંસારી ગામની સીમમાં ચૌધરી હોટલના પાછળના ભાગે આવેલ કલાજી વિરચંદજી ઠાકોર (રહે. કંસારી, તા.ડીસા) વાળાઓને ખેતરમાંથી વિદેશી દારૂની કંપની શીલબંધ નાની-નાની બોટલ નંગ-112 કિંમત રૂ. 11,200 નો મુદ્દામાલ વેચાણ અર્થે સંતાડી રાખી વેચાણ કરે છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે રેડ કરતાં તે શખ્સ હાજર નહી મળી આવતાં તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!