વિકાસના અનેક દાવા વચ્ચે આજે પણ લાખણીનું મડાલ ગામ વિકાસથી છે વંચિત

- Advertisement -
Share

વિકાસના અનેક દાવા વચ્ચે આજે પણ લાખણી તાલુકાનું મડાલ ગામ વિકાસથી વંચિત ગામ લોકોની રજુઆત તંત્રએ અભિરાઈ ચડાવી હોય એવી પરિસ્થિતિ આઝાદી બાદ કોંગ્રેસ – ભાજપનું સાસન જોયું પણ ગામ લોકોએ વિકાસ ન જોયો. આવો જોઈએ આમારો વિશેષ અહેવાલ મડાલમાં વિકાસ આડે કયો ગ્રહ આવ્યો.

 

 

વિકાસની વાતો કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે ગામડાના વિકાસ માટે પણ બનાસકાંઠાના લાખણી તાલુકાના મડાલ ગામના દ્રષ્યો કઈક અલગ જ સામે આવ્યા મડાલ ગામનું સચિવાલય જ ખુદ ભાડાનું મકાન હોય તો ગામનો વિકાસ કેવો હશે એ કલ્પના જ કરવી રહી.

 

 

વાવઝોડામાં પચાયતનું મકાન જર્જરિત થયું છાપરા તૂટી જતા ચોમાસામાં કચેરીમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે જરૂરી ડોક્યુમેન્ટ સાચવવા સરકારી હોસ્પિટલની રૂમમાં ચાલી રહ્યું છે.

 

 

ગામનું સચિવાલય વાંરવાર નવીન મકાનની રજુઆત કરાઈ સાંસદ ધારાસભ્ય અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ આખર સચિવાલયનું મકાન ન બનતા સરપચ પણ નિરાશ થયા છે ત્યારે સરપંચ પુત્રએ મીડિયા સામે વેદના ઠાલવી હતી આવો જાણીએ શું કહેવું છે સરપચ પુત્રનું…

 

 

મડાલ ગામની વાત કરવામાં આવે તો પીવાના પાણી માટે બોરની માંગ છે પંચાયતના નવીન મકાનની માંગ, શાળામાં ઓરડાની માંગ, હાઈ સ્કૂલમાં પ્રોટેક્શન દીવાલની માંગ અને મડાલ ગામની આજુબાજુ ગામને જોડતા પાકા રસ્તાની માંગ સાથે અન્ય પ્રશ્નો પણ વણ ઉકાયેલા છે.

 

 

દરેક રજુઆત સરપંચ અને ગામ લોકોએ અધિકારીઓ અને રાજકીય નેતાઓને લેખિત કરી છે પણ જાણે વિકાસ અને મડાલ ગામને છત્રીસનો આંકડો હોય એમ કોઈ વિકાસ માટે આગળ આવતું નથી સરકારની સૂફીયાવાની વાતો સાંભળીને ગામ લોકો થાકી ગયા છે પણ લોકોની રજુઆત સાંભળવા તંત્ર તૈયાર નથી.

 

 

એવી પરિસ્થિતિ સર્જાઈ છે 4,500ની વસ્તી ધરાવતું મડાલ ગામ અનેક ચડતી પડતી જોઈ ચૂક્યું છે પણ એના નસીબમાં વિકાસ લખાયો નથી એવી સ્થિતિ આવતા ગામ લોકો નિરાશ થયા છે.

 

 

આમ તો મડાલ ગામના લોકો જોરથી બૂમ પાડે તો સાંસદને સંભળાય એટલા જ દૂર છે થરાદ દિયોદરના ધારાસભ્ય પણ એક્ટિવ છે આ બધાની વચ્ચે લાખણીનું મડાલ ગામ વિકાસની રાહ જોઈને બેઠું છે પણ અધિકારીઓની સાથે રાજકીય આગેવાનો પણ ભેદી મૌન ધારણ કરતા મડાલ ગામનો વિકાસ અટવાયો છે.

 

 

ત્યારે જોવાનું એ રહ્યું કે સત્વરે ગામનો વિકાસ કરવા રાજકીય નેતાઓ જાગે છે કે પછી આ નેતાઓને શાન ઠેકાણે લાવવા મડાલ ગામની જનતાને ચૂંટણી સુધી રાહ જોવી પડશે એ તો આવનારો સમય જ બતાવશે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!