બનાસકાંઠામાં ચૂંટણી ટાણે લગ્નના વરઘોડા-ડી.જે. માટે મંજૂરી લેવી પડશે

- Advertisement -
Share

પાલનપુરમાં તા. 24 નવેમ્બરથી લગ્નોની શરૂઆત : વરઘોડા માટે પ્રાંતની મંજૂરી : જ્યારે લાઉડ સ્પીકર માટે મામલતદારની પરમિશન ફરજીયાત

 

પાલનપુર શહેર સહીત જીલ્લાભરમાં તા. 24 નવેમ્બરથી લગ્નગાળાની શરૂઆત થઇ રહી છે. જે તા. 14 ડિસેમ્બર સુધી ચાલશે.

 

અધુરામાં પૂરું હાલમાં ચૂંટણી ચાલી રહી હોવાથી લગ્નમાં વરઘોડા યોજવા અંગે વહીવટી તંત્ર દ્વારા જરૂરી નિર્દેશ કરવામાં આવ્યા છે તે મુજબ લગ્ન સમારોહના આયોજન સાથે જોડાયેલા પરિવારે સાદા કાગળ પર
અરજી અને કંકોત્રી જોડીને મંજૂરી માંગવાની રહેશે. બનાસકાંઠા જીલ્લામાં અંદાજીત 2,000 કરતાં વધુ લગ્ન થનાર છે. જોકે, લગ્નમાં બેન્ડબાજા માટે અગાઉથી નોંધણી કરાવી ફરજીયાત છે જેને લઇ જે તે પ્રાંત અધિકારીની કચેરીમાં વ્યવસ્થા કરાઇ છે.

 

બહારના શહેરમાંથી પાલનપુરમાં જાન લઇને આવનાર પરિવારે પણ આવી મંજૂરી લેવી ફરજીયાત છે. પાલનપુર પ્રાંત ઓફીસમાં ફરજ બજાવતા નાયબ મામલતદારે જણાવ્યું હતું કે, ‘વરઘોડા માટે પરમિશન લેવા હેતુસર સાદા કાગળમાં અરજી અને કંકોત્રી જોડીને આપવાની હોય છે.
જે બાદ અત્રેની કચેરી દ્વારા જે તે પોલીસ સ્ટેશનમાં પોલીસ અભિપ્રાય માટે પત્ર મોકલવામાં આવે છે અને ત્યાંથી એક જ દિવસમાં શેરો મારી અને પત્ર પાછો આવી જાય છે અને અરજદારને બીજા દિવસે પરમિશન મળે છે.

 

જ્યારે સાઉન્ડની પરમિશન માટે મામલતદાર કચેરીમાં અલગથી અરજી કરવી પડે છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ‘આ પૂર્વે અગાઉ ઓનલાઇન એપ્લીકેશન કરવાની હતી.

 

જેના બદલે હવે ઓફલાઇન અરજી કરવામાં આવી રહી છે. જોકે, ગામડાઓમાં વાહન વ્યવહાર અંગે મુશ્કેલી સર્જાતી હોવાથી મોટાભાગના ગ્રામજનો મંજૂરી મેળવવાનું ટાળે છે.
ડીસા-પાલનપુર જેવા શહેરમાં મુખ્ય માર્ગ પરથી વરઘોડા નીકળવાના હોવાથી મામલતદારમાં સાઉન્ડ અને પ્રાંતમાં વરઘોડાની મંજૂરી લેતાં હોય છે.’

 

જે ઘરમાં લગ્ન હોય તેમને જો મુખ્ય માર્ગ પરથી વરઘોડો કાઢવાનું હોય તેવા કિસ્સામાં વરઘોડાની પરમિશન માટે પ્રાંત કચેરીમાં જાય છે.
જેઓ પોલીસ સ્ટેશનમાં અભિપ્રાય માટે મોકલે છે અને પોલીસ અભિપ્રાયમાં ટ્રાફીકમાં મુશ્કેલી ન સર્જાય તે પ્રકારના સમય મુજબ પરમિશન અપાય છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!